Mon Sep 07 2026

Logo

સ્કૂલ બસમાં ત્રણ વર્ષની વિદ્યાર્થિની સાથે શરમજનક કૃત્ય: ડ્રાઈવરની ધરપકડ

2026-09-04 17:45:25
Author: Yogesh C. Patel
સ્કૂલ બસમાં ત્રણ વર્ષની વિદ્યાર્થિની સાથે શરમજનક કૃત્ય: ડ્રાઈવરની ધરપકડ

થાણે: નવી મુંબઈમાં બનેલી આંચકાજનક ઘટનામાં ત્રણ વર્ષની વિદ્યાર્થિની સાથે ખાનગી સ્કૂલ બસના ડ્રાઈવરે કથિત શરમજનક કૃત્ય આચર્યું હતું. કામોઠે વિસ્તારમાં બનેલી આ ઘટના પ્રકરણે પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ કિંડરગાર્ટન અને પ્રાઈમરી સ્કૂલના વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવા માટે આરોપી ખાનગી બસનો ઉપયોગ કરતો હતો. બુધવારની બપોરે 12.30 વાગ્યાની આસપાસ ડ્રાઈવરે બધા વિદ્યાર્થીઓને તેમના સ્થાને છોડ્યા પછી બાળકી એકલી જ બસમાં હતી. બાળકીને એકલી જોઈ ડ્રાઈવરે જાતીય હુમલો કર્યો હતો.

ઘર પહોંચ્યા પછી બાળકીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેની સાથે બનેલી બીનાની દાદીને જાણ કરી હતી. બાળકીના પરિવારે તાત્કાલિક સ્કૂલ મૅનેજમેન્ટનો સંપર્ક સાધ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાતાં જ આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી ગુરુવારે પનવેલ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. કોર્ટે તેને શનિવાર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)