મુંબઈ: ફિલ્મ હનુમાન અંશ હાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. નીમ કરોલી બાબાના જીવન પર આધારિત આ ફિલ્મ ઇતિહાસ રચી રહી છે. તેની સરળ, હૃદયસ્પર્શી વાર્તાની સાથે ફિલ્મના ગીતો પણ લોકોના હૃદયને સ્પર્શી રહ્યા છે. જેમાં ભજન 'મૈને તેરે હી ભરોસે હનુમાન' ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યું છે.
લોકપ્રિય ભજન બુંદેલખંડના નેત્રહીન ગાયક સુનીલ લોધીએ ગાયું
જોકે, તેમને જાણીને આશ્ચર્ય થશે કે આ લોકપ્રિય ભજન બુંદેલખંડના નેત્રહીન ગાયક સુનીલ લોધીએ ગાયું છે. આ ભજનની લોકપ્રિયતા બાદ સુનીલનું જીવન બદલાઈ ગયું છે. તેમજ તે રાતોરાત સ્ટાર બની ગયો છે. જોકે,સુનીલ લોધીએ અહિયાં પહોંચવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે.
સુનીલ લોધીનો જન્મ બુંદેલખંડના એક નાના ગામમાં થયો
ફિલ્મ હનુમાન અંશમાં ભજન 'મૈને તેરે હી ભરોસે' ગાનાર સુનીલ નેત્રહીન છે પરંતુ તેની પાસે પ્રતિભાનો ભંડાર છે. સુનીલ લોધીનો જન્મ બુંદેલખંડના એક નાના ગામમાં થયો હતો અને તે એક ગરીબ પરિવારમાંથી આવે છે જે ખેતી કરીને ગુજરાન ચલાવે છે. જન્મથી જ નેત્રહીન છે તેમ છતાં તેણે પોતાના જીવનમાં અંધકારને આવવા નથી દીધો.
નેત્રહિનતાને કારણે તે શિક્ષણ પૂર્ણ કરી શક્યો નહીં
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સુનિલે જણાવ્યું હતું કે, તેના માતાપિતાએ તેની દૃષ્ટિ પરત મેળવવા માટે તબીબી સારવાર લીધી હતી પરંતુ કમનસીબે, તેને તેની દ્રષ્ટિ પાછી મળી નહીં. તેણે એ પણ ઉલ્લેખ કર્યો કે આર્થિક મુશ્કેલીઓ અને નેત્રહિનતાને કારણે તે શિક્ષણ પૂર્ણ કરી શક્યો નહીં.
તંબુરો પણ પોતાની સાથે રાખતો અને ભજન ગાતો
ત્યારબાદ સુનિલે સંગીત અને ભક્તિને પોતાની દુનિયા બનાવી. તે ગામડાના મેળાવડા અને ધાર્મિક કાર્યક્રમોમાં બુંદેલી લોકગીતો અને ભજન ગાતો હતો. તેમજ તે ઘણીવાર તે પરંપરાગત તંબુરો પણ પોતાની સાથે રાખતો અને ભજન ગાતો હતો.
યુટ્યુબર રોહિત સાહુને મળ્યા બાદ જીવન બદલાયું
તેમજ તે તે ગ્રામીણ લોકો વચ્ચે બેસીને ભજન ગાતો હતો અને ટ્રેનોમાં અને સ્થાનિક કાર્યક્રમોમાં પણ પરફોર્મ કરતો હતો. જો કે વર્ષ 2019 માં જ્યારે તે યુટ્યુબર રોહિત સાહુને મળ્યા તેની બાદ તેનું જીવન બદલાવા લાગ્યું હતું.
સુનિલના બુંદેલી ગીતોને યુટ્યુબ પર લાખો વ્યૂઝ
આ ઉપરાંત યુટ્યુબર રોહિતે તેમના ગીતો રેકોર્ડ કરવાનું અને તેને ઓનલાઈન અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. સુનિલના બુંદેલી ગીતોને યુટ્યુબ પર લાખો વ્યૂઝ મળવા લાગ્યા જેના કારણે તેને લોકો ઓળખવા લાગ્યા હતા.
બ્રેક હનુમાન ભજન, "ઓ મોરે સંકટ કે કટૈયા હનુમાન" સાથે આવ્યો
તેમજ સુનિલનો સૌથી મોટો બ્રેક તેમના પરંપરાગત હનુમાન ભજન, "ઓ મોરે સંકટ કે કટૈયા હનુમાન" સાથે આવ્યો. સુનિલના ગામઠી અવાજ અને તંબુરા ની સાદગી સાથે ગવાયેલું આ ભજન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બન્યું. આ વિડીયોને લાખો વ્યૂઝ મળ્યા અને લોકોએ તેને સર્ચ કરવાનું શરૂ કર્યું.
ભક્તિ ગીત રેકોર્ડ કરવા માટે મુંબઈ આમંત્રણ આપવામાં આવ્યું
તેમજ સુનીલના આ વાયરલ ભજનથી હનુમાન અંશ ફિલ્મના નિર્માતાઓનું ધ્યાન ખેચાયું હતું. ત્યારબાદ તેમને એક ભક્તિ ગીત રેકોર્ડ કરવા માટે મુંબઈ આમંત્રણ આપવામાં આવ્યું. ફિલ્મ માટે તેમના ગીત, "મૈંને તેરે હી ભરોસે હનુમાન," ની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને આ ગીતના અભિનયથી તેઓ સ્ટાર બની ગયા છે.