મુંબઈઃ બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કપૂર ખાનદાનનું યોગદાન અતુલ્ય રહ્યું છે. રાજ કપૂરથી લઈને છેક અત્યારે રણબીર કપૂર સુધી, આ ખાનદાનની દરેક વ્યક્તિએ હિન્દી સિનેમાને કંઈને કંઈક આપ્યું છે. લેજન્ડરી એક્ટર રિશી કપૂરે હિન્દી સિનેમાને પોતાના જીવનના 50 વર્ષ આપ્યા હતા. આ એક એવા કલાકાર જેને કોઈ એક ફ્રેમમાં લોક કરીને રાખી શકાય એમ નથી. 100થી વધુ ફિલ્મોમાં કામ કરીને માઈલસ્ટોન સ્થાપ્યો હતો કે, એમનું જીવન એક મેસેજ બની ગયું હતું.
પોતાના બેબાક અંદાજ અને મજાકિયા સ્વભાવથી એની સાથે કામ કરેલા લોકો તેમ જ તેની આસપાસના લોકો એ વાતથી વાકેફ છે કે, ચિન્ટુ કેવા હતા, શું હતા અને કેવી રીતે એક માઈલસ્ટોન સુધી પહોંચી ગયા. આજે એમની જન્મતિથિ પર એના જીવન સાથે જોડાયેલા કેટલાક એવા કિસ્સાઓ પર નજર કરીએ જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.
જેન્ટસના વોશરૂમમાંથી યુવતી નીકળી
રિશી કપૂરની ફિલ્મ 'રફ્ફુ ચક્કર' કોમેડી અને હિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેણે એક યુવતીનો રોલ પ્લે કરેલો. એક મેલ કેરેક્ટર હોવા છતાં જ્યારે ફીમેલનો રોલ કરવો પડે ત્યારે શું થાય એનો જવાબ પહેલા અમિતાભ બચ્ચન આપી શકે અને બીજા રિશી. પણ શુટિંગ વખતે બન્યું એવું કે, રિશીને જવું હતું વોશરૂમમાં, પણ યુવતીના ગેટઅપમાં તૈયાર થયેલા રિશી યુવતીના આઉટફીટ સાથે વૉશરૂમમાં એન્ટ્રી કેવી રીતે લેવી એ અંગે વિચાર કરી રહ્યા હતા. કારણ કે, ઓપોઝિટ જેન્ડર વૉશરૂમમાં જાય તો પહેલા ડખો તો ત્યાં જ થઈ જાય. પછી જ્યારે કંટ્રોલ ન થયું ત્યારે મજબૂર થઈને જેન્ટ્સ વોશરૂમમાં ગયા, પણ જ્યારે બાહર આવ્યા ત્યારે બાકીના અન્ય લોકો ચોંકી ગયા હતા કે અંદરથી યુવતી કેવી રીતે બાહર આવી?પણ કોઈ માનવા તૈયાર ન હતું કે, યુવતીના આઉટફિટમાં રિશી કપૂર હતા. રિશી અને નીતુની જોડી લોકોને પણ ખૂબ ગમતી હતી. આશરે 12 જેટલી ફિલ્મમાં બંનેએ સાથે કામ કર્યું હતું.

સ્વેટરમેન ઓફ બોલીવુડ તરીકે ઓળખતા
જાણીને આશ્ચર્ય થશે કે, રિશી અને નીતુ સિંહના લગ્ન વખતે બંને વ્યક્તિ બેભાન થઈ ગયા હતા. નીતુ પોતાના મેરેજ આઉટફિટ્સને કારણે કમ્ફટેબલ નહોતા અને રિશી ભીડના કારણે. જાણીને નવાઈ લાગશે કે, રિશી પાસે જુદા-જુદા કલર અને પેટર્નના સ્વેટરનું અદભૂત ક્લેક્શન હતું, કારણ કે રિશીને સ્વેટરનો શોખ હતો. ગરમ સ્વેટર ખૂબ ગમતા. સૌથી મોટી અને ખાસ વાત તો એ હતી કે, રિશીની કોઈ પણ ફિલ્મ જોઈ લો, એના સ્વેટર કોઈ ફિલ્મમાં રિપીટ નહીં થાય. સ્વેટરની સ્ટાઈલ અને કલર પણ મેચ કરી લો. એ પણ રિપીટ નહીં થાય. ચિન્ટુને એ સમયે એના ફેન્સ સ્વેટરમેન ઓફ બોલીવુડ તરીકે પણ ઓળખતા. આ વાત ઘણા ઓછા લોકો જાણે છે.
એ ફિલ્મમાં બાળકના અભિનયમાં હતા રિશી
ફિલ્મો ક્ષેત્રે એન્ટ્રીની વાત કરીએ તો રિશી કપૂરનું પહેલું ઓફિશિયલ સ્ક્રિનિંગ જોવું હોય તો ફિલ્મ 'શ્રી 420'નું એક આઈકોનિક ગીત. 'પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ' આમાં હાથ પકડીને જે બાળક ચાલે છે એ રિશી. ફિલ્મ 'અમર, અકબલ એન્થોની'ની વાત છે, જ્યારે પહેલીવાર ઓન સ્ક્રિન રિશીએ નીતુને એના ઓરિજિનલ નામ સાથે બોલાવ્યા હતા. ફિલ્મમાં પાત્રનું નામ બીજું નક્કી થયું હતું પણ મેકર્સે એ જ નામ આખી ફિલ્મમાં યથાવત્ રાખ્યું. આવું પહેલીવાર બન્યું હતું.

બાળકોને ખાસ વિદેશ ટૂર કરાવતા
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત રિશીએ વર્ષ 1999માં અક્ષય ખન્ના અને એશ્વર્યા રાયને લઈ ફિલ્મ બનાવી 'આ અબ લૌટ ચલે' જેમાં રાજેશ ખન્ના એક લાંબા બ્રેક બાદ દેખાયા હતા. એક વખત દીકરી રિદ્ધિમાએ કહ્યું કે, તમારા મોઢામાંથી સ્મોકિંગની વાસ આવે છે. એમના કહેવા પર રિશીએ કાયમ માટે સિગારેટને અલવિદા કહી દીધું. સંતાન તરીકે રિદ્ધિમા રિશીનું પહેલું સંતાન અને પછી રણબીર કપૂર. રવિવારના દિવસે રિશી બાળકોના જન્મ બાદ કોઈ જ શુટિંગ શેડ્યુલ સાઈન કરતા નહીં, કારણ કે, તેઓ એવું માનતા કે, પિતા તરીકે પણ બાળકોને સમય આપવો જ જોઈએ. એક મહિના માટે બાળકોને વિદેશ ટૂર કરાવતા.

રિશી અને ટીનાનું અફેર ચર્ચામાં રહ્યું
શુટિંગના કોઈ પણ શેડ્યુલમાં જાય રિશીનો કુક એની સાથે જ રહેતો. પછી રિદ્ધિ માટે પણ સ્પેશ્યલ કુક રાખેલો જે એની પસંદનું જમવાનું એને જમાડી શકે. ટીના મુનીમ અને રિશીની જોડીને લોકો ખૂબ પસંદ કરતા હતા. 'કર્ઝ'ની સુપરહિટ જોડીની ચર્ચા ઓફસ્ક્રિન પર એટલી જ હતી. લોકો તો ત્યાં સુધી માનતા કે રિશી અને ટીનાનું અફેર છે. પણ ખરેખર ટીના સંજય દત્ત સાથે રિલેશનશીપમાં હતી. ફિલ્મ 'રોકી'ના શુટિંગ વખતે સંજય નીતુ પાસે પહોંચી ગયા અને ઝઘડો કરવા લાગ્યા હતા. આ એ સમયની વાત છે જ્યારે રિશીના લગ્ન થયા નહોતા.

સફળતાનો મંત્ર આપી ગયા
પછી હકીકત રિશીએ જણાવી અને અફવાનું ખંડન થયું. એ સમયે પણ નીતુએ ક્હ્યું હતું કે, ચિન્ટુ અને ટીના વચ્ચે એવું કંઈ છે જ નહીં. આજે પણ સંજય દત્ત જ્યારે આ વાત યાદ કરે છે ત્યારે ચિન્ટુની એ મેમરીઝ આંખ ભીની કરી દે છે. રિશી પોતે જ કહી ચૂક્યા છે કે, મારી સફળતાનું રહસ્ય એ જ છે કે, હું મારી એક્ટિંગ અને એક્ટિંગના કામ પ્રત્યે કમિટેડ નહીં, ઝનૂની છું. જે વસ્તુનું પેશન તમારા હોય એ જ તમને સફળતા અપાવે છે. અમિતાભ એક બિગ સ્ટાર છે અને જિતેન્દ્ર સાથે પણ મારા ઘણા સારા સંબંધો રહ્યા છે.

આ વાત તેમણે ખુદ કહી છે. રિશીએ પોતાના પિતા રાજ કપૂરને પિતા કરતા વધુ ગુરૂ માનતા છે. લોકો એક સમયે એવું કહેતા કે રિશી ગોલ્ડન સ્પૂન સાથે જન્મેલો છે. પણ 'બોબી'થી શરૂ થયેલી સક્સેસ અને સ્ટ્રગલ છેક સુધી યથાવત્ રહી છે. રિશીએ પોતાના પુસ્તકમાં લખ્યું કે, સફળતાએ મારી મુલાકાત સારા લોકોની સાથે એવા લોકો સાથે પણ કરાવી જે શંકાના દાયરામાં હતા, એમાંથી એક વ્યક્તિ એટલે દાઉદ. વર્ષ 1993 પહેલા દુબઈમાં રિશી અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે મુલાકાત થઈ હતી.