Sun Sep 06 2026

Logo

સોનુ સૂદે રિયલ હીરોના માફક નેપાળના પૂરગ્રસ્તોની કરી મદદ, કહ્યું 'તમે એકલા નથી'!

2026-09-04 16:12:13
Author: Mumbai Samachar Team
સોનુ સૂદે રિયલ હીરોના માફક નેપાળના પૂરગ્રસ્તોની કરી મદદ, કહ્યું 'તમે એકલા નથી'!

મુંબઈ: બોલીવુડના અભિનેતા સોનુ સૂદ ફિલ્મી હીરોથી વધારે એક રિયલ લાઈફ હીરો તરીકે લોકોના દિલમાં રાજ કરે છે. કોરોનાકાળથી શરૂ કરી આજ સુધી તેઓ મદદ માટે સતત ખડેપગે ઊભા રહેવાનો પ્રયાસ કરે છે. હવે પોતાના ફાઉન્ડેશન દ્વારા તેઓ ખૂબ દિલથી કામ કરી રહ્યા છે. હાલમાં ચર્ચા છે કે નેપાળમાં પહોંચેલી તેમની મદદ અને જેના માટે લોકો તેમના ફરી એકવાર વખાણ કરી રહ્યા છે. 

સોનુ સૂદ નેપાળમાં હાલમાં આવેલા ભયાનક પૂરની પરિસ્થિતિ જોવા-જાણવા અને લોકોની મદદ કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં પૂરમાં બચેલા એકમાત્ર ઘર સાથે સૂદે પોતાની તસવીરો શેર કરી હતી, એટલે જે ઘર ભયાનક પૂરમાં પર્વતની જેમ અડીખમ ઊભા રહ્યું હતું, ત્યાંના રહેવાસીઓને પણ મળ્યા હતા અને લોકો એકલા નહીં, પણ તેમની સાથે બધા લોકો હોવાની પણ પ્રતીતિ કરાવી હતી.

અસરગ્રસ્ત લોકોને જીવન જરુરી વસ્તુઓ પૂરી પાડી

સોનુ સૂદે નેપાળમાં પૂરથી અસરગ્રસ્ત લોકો માટે રાહત સામગ્રી લઈને કાઠમંડુ પહોંચ્યા હતા અને કહ્યું કે તેમની સંસ્થા આવનારા મહિનાઓમાં પણ રાહત અને મદદ શરૂ રાખશે. મળતી માહિતી અનુસાર સોનુ સૂદ પોતાના સૂદ ચેરિટી ફાઉન્ડેશનની ટીમ સાથે નેપાળની રાજધાની પહોંચ્યા હતા. 26 ઓગસ્ટ આવેલા વિનાશક પૂરમાં અસરગ્રસ્ત લોકો માટે ફૂડ આપવાની સાથે જીવન જરુરી ચીજવસ્તુઓ પણ પૂરી પાડી હતી.

તેમનું જીવન ફરી પાટે ચડાવવાના પ્રયત્ન કરશું

સોનુ સૂદે કહ્યું હતું કે અમે પૂરથી અસરગ્રસ્ત દરેક લોકોને મળવા આવ્યા છીએ. અમે જરૂરિયાતમંદ લોકોની સાથે ઊભા રહેવા માંગીએ છીએ. તેમનું જીવન ફરી પાટા પર લાવવાના પ્રયત્નો કરીશું. અભિનેતાએ કહ્યું રાહત અભિયાન હેઠળ ધાબળા અને ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને તેમની ટીમ સ્થળ પર પ્રભાવિત જૂથોની જરૂરિયાતનું મૂલ્યાંકન પણ કરી રહી છે.

અમે મોટી સંખ્યામાં કપડા-કંબલ અને ખાવાપીવાનો સામાન લઈને આવ્યા છીએ. અમે સતત એ જાણવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે તેમને બીજું શું જોઈએ છે. અમે ભારતથી તે સામગ્રી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.'

પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 1,200ને પાર 

નેપાળ-તિબેટની સરહદ પાસે બરફ અને પર્વતોનો ભાગ ધસી પડવાના કારણે અચાનક આવેલા પૂરે 26 ઓગસ્ટ ઉત્તર અને મધ્ય નેપાળના રહેઠાણો અને ગામોમાં ભરે વિનાશ સર્જ્યો હતો. નેપાળના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મૅનેજમેન્ટ એન્ડ ઓથોરિટી અનુસાર પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 1,200થી વધુ થઈ ગઈ છે, જયારે આશરે 4,000 લોકો હજી પણ ખોવાયેલા છે અને લગભગ 12,000 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. 

ફરી તમને બેઠા કરવામાં મદદ કરવા આવ્યા છીએ 

સોનુ સૂદે કહ્યું હતું કે 'અમે એ વાત સુનિશ્ચિત કરીશું કે રાહતસામગ્રી ફક્ત આ મહિના માટે જ નહીં, પરંતુ આવનારા મહિનાઓમાં પણ પહોંચતી રહે.' અભિનેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું 'નેપાળ, તમે એકલા નથી. અમે ભોજન, આશ્રય અને તમને ફરી ઉભા કરવા માટેની મદદ માટે આવી રહ્યા છીએ.' 

સોનુ સૂદે નેપાળી બાળકો સાથે પોતાની તસવીરો શેર કરી 

એક અન્ય પોસ્ટમાં સુદે નેપાળી બાળકો સાથે પોતાની તસવીરો શેર કરી અને લખ્યું, 'તેમણે પોતાના ઘર, પોતાના પરિવાર અને પોતાનું બાળપણ ગુમાવી દીધું છે પરંતુ સાથે મળીને અમે તેમને એક નવી શરૂઆત કરવામાં મદદ કરીશું. નેપાળ, તમે એકલા નથી.' 

પંજાબના પૂરથી લઈને કોવિડમાં મદદે આવ્યું ફાઉન્ડેશન

પંજાબમાં 2025માં આવેલા પૂર દરમિયાન પણ રાહત અભિયાન ચલાવ્યું હતું. આ પહેલીવાર નથી, જયારે સોનુ સૂદે માનવીય સહાયતાથી જોડાયેલી પહેલ કરી છે. કોવિડ-19 મહામારી દરમિયાન સમગ્ર ભારતમાં ફસાયેલા હજારો પ્રવાસી કામગારો માટે પરિવહનની વ્યવસ્થા કરવાને લઈને તેમને વ્યાપક સરાહના મળી હતી.

અભિનેતાએ 2025માં આવેલા પૂર દરમિયાન પણ રાહત અભિયાન ચલાવ્યું હતું. આ વર્ષે માર્ચમાં તેમણે પશ્ચિમ એશિયામાં વધતા અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ઉડ્ડયન સેવાઓ ખોરવાતા દુબઈમાં ફસાયેલા મુસાફરોને નિઃશુલ્ક આવાસ ઉપલબ્ધ કરવાની પણ રજૂઆત કરી હતી.