Sun Jun 21 2026

Logo

રાજામૌલીની બિગ બજેટ ફિલ્મ 'વારાણસી'નું શુટિંગ શરૂ, કોણ પ્લે કરી રહ્યું છે પ્રભુ શ્રી રામનું પાત્ર?

2026-06-21 17:19:43
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ 'બાહુબલી'ફિલ્મના બન્ને ભાગે દમદાર સફળતા મેળવી છે. માત્ર ભારત જ નહીં વર્લ્ડવાઈડ જોરદાર ક્લેક્શન કરતા ફિલ્મની સફળતા પુરવાર થઈ હતી. હવે ફિલ્મ ડાયરેક્ટર રાજામૌલી વધુ એક મોટાબજેટન ફિલ્મ લઈને આવી રહ્યા છે.આ ફિલ્મથી પ્રિયંકા ચોપરાનું ફિલ્મમાં કમબેક થવાનું છે, એક લાંબા બ્રેકબાદ તે મોટી સ્ક્રિન પર દેખાવવાની છે. ફિલ્મ 'વારાણસી'નું શુટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મના શેડ્યુલ પણ નક્કી થઈ ગયા છે. આ ફિલ્મ પણ ગ્લોબલ બ્લોકબ્લસ્ટર થશે એવું એટલા માટે કહી શકાય કારણે રાજામૌલીની વાર્તા બાકીની ફિલ્મો કરતા ઘણી અલગ હોય છે. 

પહેલો શેડ્યુલ શૂટ થવાનું શરૂ

'વારાણસી' ફિલ્મનો પહેલે શેડ્યુલ શુટ થવાનો છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. દમદાર સેટ અને એકથી એક ચડિયાતા ડાયલોગથી ફિલ્મે ફેન્સનો ઉત્સાહ અત્યારથી વધારી દીધો છે. પ્રિયંકા ચોપરા આ ફિલ્મમાં મંદાકિનીનું પાત્ર પ્લે કરી રહી છે.આ ફિલ્મને લઈને તેનો લૂક પણ થોડા સમય પહેલા વાયરલ થયો હતો.

રૂદ્રના રૂપમાં મહેશબાબુ, કુંભાના રૂપમાં પૃથ્વીરાજ સુકુમારનની નાનકડી ઝલક પણ સામે આવી છે. આ ફિલ્મ માટેના પ્લોટ પણ તૈયાર થઈ ગયા છે. સૂત્રોમાંથી વિગત એવી મળી રહી છે કે, ફિલ્મ વારાણસીના કેટલાક ઓરિજિનલ લોકેશન ઉપર પણ શુટ થવાની છે. આ ફિલ્મના ક્લેપબોર્ડની તસવીર પણ મેકર્સે શેર કરી દીધી છે. 

સેટ પરથી લગાવી શકાશે અનુમાન

ફિલ્મની ભવ્યતા એના સેટ પરથી જોવા મળશે. આ ફિલ્મની વાર્તા કેવી હશે અને ફિલ્મની થીમ શું હશે એના પર હવે સૌની નજર છે. ફેન્સ આ ફિલ્મનું ટિઝર સામે આવે એની રાહ જોઈ રહ્યા છે. હકીકત એવી છે કે, આ ફિલ્મની સંભવતઃ રિલીઝ ડેટ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં છે. ત્યાં સુધીમાં તમામ શુટિંગ શેડ્યુલ પૂરા થઈ જશે અને ફિલ્મ એટિડ થવાની પણ શરૂ થઈ જશે. ફિલ્મમાં પ્રભુ શ્રી રામનું પાત્ર કોણે પ્લે કર્યું એના પર સસ્પેન્સ છે. મહેશ બાબુએ આ ફિલ્મ માટે છેલ્લા સાતેક મહિનાથી પોતાના પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ફિલ્મમાં તે રૂદ્રનું પાત્ર પ્લે કરી રહ્યો છે.આ ફિલ્મમાં પ્રકાશ રાજનું પાત્ર પણ ઘણું મહત્ત્વનું હોવાનું માનવામાં આવે છે. 

વાર્તા પર સસ્પેન્સ

ફિલ્મના વિષયને લઈને ખાસ કોઈ વિગત તો સામે આવી નથી પણ ફેન્સ એવું માની રહ્યા છે કે, બાહુબલી જેવી જ કોઈ મોટી વાર્તા હશે, અથવા એક નવી સ્ટોરીને રાજામૌલી સિનેસ્ક્રિન પર ઊતારશે. આ ફિલ્મનું બજેટ મોટું છે એટલે તે રિલીઝ થયા બાદ ક્લેક્શન સારૂ કરશે એવી મેકર્સને અપેક્ષા છે. આ ઉપરાંત મેકર્સે સ્ટારકાસ્ત પણ દમદાર લીધી છે. મહેશ બાબુ સાથે પ્રિયંકા ચોપરા, આ મોટા કદના કાલાકરોની ફી પણ નાની રકમ તો નહીં જ હોય. આ સિવાય સેટ અને કેમેરા એડિટિંગની દુનિયામાં મેકર્સ ઓરિજિનલ ફીલ લાવવા માટે પાણીની જેમ પૈસા ખર્ચી શકે છે.ટિઝર સામે આવ્યા બાદ ખ્યાલ આવશે કે, આખરે વારાણસીમાં છે શું?