Fri May 01 2026

Logo

ઉલફત બેગમનો ગ્લેમરસ અંદાજ, ગ્રીન સ્લીવલેસ ડ્રેસમાં કરાવ્યું મસ્ત ફોટોશૂટ

2026-04-02 16:21:04
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર-2'એ 14 દિવસમાં 1000 કરોડથી વધારે રકમની કમાણી કરીને એક રેકોર્ડ બનાવી દીધો છે. 900 કરોડ ક્લબમાં એન્ટ્રી લઈને ફિલ્મે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મના દરેક પાત્રને લોકો પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લીડ એક્ટર સિવાય પણ સાઈડ રોલ પ્લે કરનારા કલાકારોના પણ જોરશોરથી વખાણ થઈ રહ્યા છે. બીજી તરફ,ફિલ્મના મ્યુઝિકને લઈને પણ એક અલગ ચર્ચા શરૂ થઈ છે. ફિલ્મમાં જે રીતે જૂના ગીતને રીક્રિએટ કરાયા છે એમા ક્યાંય ઓરિજિનલ ફોર્મને નુકસાન થયું નથી. આ સાથે નવા આવેલા ગીતમાં પણ એક અલગ ફીલ છે. 

નવા લૂકથી ફેન્સ ચોંકી ગયા
ફિલ્મની ચર્ચાની સાથે હવે ફિલ્મમા રહેમાન ડકૈતની પત્નીનો રોલ પ્લે કરનાર બગેમ ઉર્ફે સૌમ્યા ટંડનના પણ જોરોશરથી વખાણ થઈ રહ્યા છે. હવે એમનો ગ્લેમર લૂક સામે આવતા ફેન્સ ચોંકી ગયા હતા. ગ્રીન કલરના સેક્વિન ડ્રેમાં તેનો કાતિલાના અંદાજ મોટી-મોટી એક્ટ્રેસને પણ ઝાંખી પાડે એમ છે. ફિલ્મમાં બેગમ ઉલફતનો રોલ પ્લે કરનાર સૌમ્યા ટંડનની એક્ટિંગે તો સૌના દિલ જીતી લીધા છે પણ હવે એના ગ્લેમરસ લૂકથી લોકો ઘણી રીતે ઈમ્પ્રેસ છે. ચમકીલા કપડાં અને પર્ફેક્ટ ફીગરથી તે ફોટોશૂટમાં પણ છવાઈ ગઈ. 

કરાવ્યું ખાસ ફોટોશૂટ
સૌમ્યા 41 વર્ષની છે. તાજેતરમાં તેમણે જે ફોટોશૂટ કરાવ્યું એમાં તે ગ્લેમરસ અને પર્ફેક્ટ લાગી રહી છે. જુદા-જુદા પોઝ પર ફેન્સ ફિદા થઈ ગયા છે. યુવતીઓ હાઈ-ફાઈ પાર્ટી માટે આ લૂકને કોપી કરી શકે છે. સૌમ્યા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. આ ડ્રેસ ભાવના રાવ નામની ડીઝાઈનરે તૈયાર કર્યો છે, જેમાં ખાસ શોલ્ડર લૂક પર ધ્યાન આપવામાં આવ્યું છે. ગ્રેસફૂલી લૂક અને કેમેરા સામે આપેલા પોઝથી ફેન્સે જ્યારે પહેલીવાર આ ફોટો જોયા ત્યારે ચોકી ગયા હતા. આ એક વનશોલ્ડર સ્લીવલેસ ડ્રેસ છે. સૌમ્યાના સ્કિનટોન પર ફિટ બેસે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અપર પોર્શન ખૂબ બારીકીથી તૈયાર કરવામાં આવ્યું છે. 

સાડી જેવી આવે એવો લૂક
નેકલાઈન એરિયા અને કટઆઉટને પણ વ્યવસ્થિત રીતે કવર કરવામાં આવ્યું છે. આનાથી મિડરિફ એરિયા વધારે પડતો ફ્લોન્ટ ન થાય. સેક્વિનને ફ્રન્ટમાં રાખી બેક પર ન્યૂડ ફેબ્રિકવર્ક કરવામાં આવ્યું છે, જે બેકલેસ ઈફેક્ટ બનાવવામાં મદદરૂપ થાય છે. એટલે માત્ર આગળથી જ નહીં પાછળથી પણ એનો લૂક દમદાર દેખાઈ રહે. સાઈડ પોર્શનમાં ડાયરેક્ટ કટ મૂકીને બ્લાઉઝની જેમ કવર મૂકાયું છે.બેકમાં સાડીના પલ્લુની જેમ કપડું લાંબુ રાખવામાં આવ્યું છે. અહીંયા જ ટ્રેલ અને ટ્વિસ્ટ જોવા મળે છે. સ્કર્ટ પોર્શનને બોડી હેગિંગને ધ્યાને લેતા એક અલગ ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. કટ ડિટેઈલને હાઈલાઈટ કરવા માટે ખાસ ઝરી અને વર્કને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મોર્ડન લૂકની સાથે તે પાછળના લૂકથી જોતા તે સાડી જેવી ફીલ આપે છે. 

ડીઝાઈનર્સ અને મેકઅપ મેનની સલાહ
લૂકને ક્લાસી લૂક આપવા માટે ખાસ મહેનત કરવામાં આવી છે. ત્રણ લેયરમાં સમગ્ર ડ્રેસ ડીઝાઈન કરવામાં આવ્યો છે. માત્ર ડ્રેસ જ નહીં લૂકમાં મેકઅપને પણ ધ્યાનમાં લઈને આ ફોટોશૂટ કરાવવામાં આવ્યું. ડીઝાઈનર તથા મેકઅપમેને એવી પણ ટિપ્સ શેર કરી હતી કે, બને ત્યા સુધી પાર્ટી વેરમાં સિંગલ કલરના આઉટફિટ તમને બીજાથી અલગ પાડે છે. ડ્રેસમાં ચમકીલાપણું ઘણીવાર સારૂ કામ કરે છે.વનશોલ્ડર અને ઓફ સ્લીવલેસ પાર્ટીવેર થોડા સાચવવા પડે પણ એનો લૂક દમદાર હોય છે. આ સાથે લાઈટ મેકઅપ અને ઓછી જ્વેલરી પહેરવામાં આવે તો લૂક અલગ આવે છે.