બોલીવૂડની 'દબંગ' ગર્લ સોનાક્ષી સિંહા અને તેના પતિ ઝહીર ઈકબાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બેસ્ટ કપલમાંથી એક છે. આ ક્યુટ અને એડોરેબલ કપલ સોશિયલ મીડિયા પર પણ ખાસું એક્ટિવ રહે છે. હાલમાં જ આ કપલ વચ્ચેની નોંકઝોક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સોનાક્ષીની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ઝહીરે કરેલી કમેન્ટ્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ચાલો જોઈએ આખરે આ નોંકઝોકમાં એવું તે શું થયું કે ઝહીર ખાને ઝેર ખાવા સુધીની વાત કરી નાખી...
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ સોનાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર એક જૂની વાયરલ મીમ સ્ટાઈલમાં પોતાનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોની કેપ્શનમાં સોનાક્ષીએ લખ્યું હતું કે હેલો ફ્રેન્ડ્સ, ચાય પી લો. આ પોસ્ટ પર સોનાક્ષી સિંહાના પતિ ઝહીરે એક 'ક્રેઝી ફેન' બનીને કમેન્ટ કરી હતી.
પત્ની સોનાક્ષી સિન્હાની આ વાઈરલ પોસ્ટ પર ઝહીર ઈકબાલે એક ફેન બનીને કમેન્ટ કરી હતી કે હેલો મેમ, બિગ ફેન. તમે દુનિયાની સૌથી સુંદર છોકરી છો. કાશ, એક દિવસ મને પણ તમારા જેવી જ પત્ની મળે. હું તમારા પ્રત્યે ખૂબ જ આકર્ષિત છું. જ્યારે સોનાક્ષીએ હસતા હસતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો અને લખ્યું, ઝહીર યાર..., ત્યારે ઝહીરે વધુ એક ફિલ્મી કોમેન્ટ કરી - મેમ, આપ બોલો તો ઝહેર ભી પી લેંગે...
સોનાક્ષી અને ઝહીરની આ મસ્તી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. લોકો આ જોડીના રોમેન્ટિક અને રમુજી અંદાજની સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી રહ્યા છે. આ પોસ્ટ સાબિત કરે છે કે લગ્ન પછી પણ આ કપલ વચ્ચેની કેમેસ્ટ્રી એકદમ યંગ અને ફ્રેશ છે. તમે પણ સોનાક્ષી સિંહાની આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો...
અત્રે ઉલ્લેખનીય છે કે કે હાલમાં બોલીવૂડના દિગ્ગજ કલાકાર અને શોટગનના હુલામણા નામે ઓળખાતા શત્રુઘ્ન સિન્હાએ દીકરી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને પણ સ્પષ્ટતા કરી હતી. શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું હતું કે અમે લોકોએ કોઈ ખોટું કામ નથી કર્યું. બંને જણ સાથે એકદમ મેડ ફોર ઈચ અધર લાગે છે, બંને જણ મેચ્યોર છે. જો બંને જણ સાથે ખુશ છે તો મિયા બીવી રાઝી તો ક્યાં કરેગા કાઝી?
અહીંયા તમારી જાણકારી માટે કે સોનાક્ષી અને ઝહીરના લગ્નને લઈને ઈન્ડસ્ટ્રીમાં ખાસ્સો હોબાળો જોવા મળ્યો હતો અને કેટલાક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે સોનાક્ષી અને ઝહીરના લગ્નને લઈને સિન્હા પરિવારમાં ભંગાણ પડ્યું હતું. આ બધા વચ્ચે શત્રુઘ્ન સિન્હાનું આ સ્ટેટમેન્ટ સબ સલામત હૈનો ઈશારો આપી રહ્યો છે.