મુંબઈઃ નેપાળના કાઠમંડુમાં આવેલા શિવલિંગ પશુપતિનાથના મંદિરે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી દર્શન કરવા માટે પહોંચી હતી. મંદિર પરિસરમાંથી તેમણે પોતાની એક તસવીર શૅર કરી હતી. જેમાં તે દર્શન કરતી જોવા મળી હતી. નેપાલ ડાયરીઝ અંતર્ગત શૅર કરવામાં આવેલી તસવીરમાં તે પૂજા કરવા માટે જઈ રહી છે. પશુપતિનાથ મંદિરે શિવજીના દર્શન કરીને એક્ટ્રેસે મસ્ત પોસ્ટ પણ મૂકી હતી.
પોતાની એક નવી જર્નીને એક્ટ્રેસે નેપાલ ડાયરીઝ નામ આપ્યું છે. નેપાળમાં આવેલું પશુપતિનાથ મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેડ સાઈટમાં આવે છે. દુનિયાભરમાંથી લોકો અહીંયા શિવજીના દર્શન કરવા માટે આવે છે.
દર્શન કરીને તસવીર પોસ્ટ કરી
શિલ્પા શેટ્ટીએ પશુપતિનાથ મંદિરની બાહરથી એક મસ્ત ફોટો પોસ્ટ કર્યો, જેના કેપ્શનમાં લખ્યું હતું કે, '@pashupatinath temple #nepaldiaries'. નેપાળના કાઠમંડુમાં પવિત્ર બાગમતી નદીના કિનારે સ્થિત આ મંદિર દક્ષિણ એશિયાના સૌથી જુના અને સૌથી મહત્ત્વના મંદિર-ધાર્મિક સ્થળમાંથી એક છે. વર્ષ 1979થી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે આ મંદિરનો સમાવેશ થતા કાઠમંજુ ઘાટી માટે સાત સ્મારક પૈકી એક છે. આ મંદિર પરિસરમાં જ 518 નાના-મોટા મંદિર છે. જેમાં મુખ્ય પૈગોડા શૈલીનું મંદિર પણ આવી જાય છે. વર્ક પોર્ટફોલિયોની વાત કરવામાં આવે તો શિલ્પાએ છેલ્લે કન્નડ ભાષાની ફિલ્મ 'કે.ડી. ધ ડેવિલ'માં કામ કર્યું હતું.આ ફિલ્મમાં ધ્રુવ સરજા, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી, વી. રવિચંદ્રન, રમેશ અરવિંદ, રેશ્મા નાનાયા, જીશુ સેનગુપ્તા અને નોરા ફતેહીએ કામ કર્યું છે.
पशुपतिनाथको दर्शन गर्न पुगिन्, बलिउडकी चर्चित अभिनेत्री शिल्पा शेट्टी ।#nepalnewslibrary #nepalphotolibrary #shilpashetty pic.twitter.com/z4Yq2sbkkW
— Nepal Photo Library (@nepalphotolib) August 1, 2026
રિયાલિટી શૉમાં હોસ્ટ
શિલ્પા શેટ્ટી હાલમાં રસોઈ રિયાલિટી શો 'મા હૈ ના' ના હોસ્ટ તરીકે દેખાઈ રહી છે. સેલિબ્રિટી જોડીમાં સ્પર્ધા કરે છે. દરેક જોડીમાં તેમના માતાપિતા અને બાળક સાથે એક સેલિબ્રિટી હોય છે, જે રસોઈ પડકારો અને કોમેડી સેગમેન્ટમાં ભાગ લે છે. અભિનેત્રીએ અનામત અંગેના વાયરલ નિવેદનોને ખોટી રીતે તેમના નામ પર લગાવવામાં આવી રહ્યા હતા તેનું ખંડન કર્યું. તેમણે આ નિવેદનોને સંપૂર્ણપણે બનાવટી અને વાહિયાત ગણાવ્યા. એક ટ્વિટમાં તેમણે લખ્યું, "મને અનામત અંગેના ખોટા નિવેદનો ખોટી રીતે મારા નામ પર લગાવવામાં આવી રહ્યા છે તે જોઈને હું ચોંકી ગઈ છું. આ સંપૂર્ણપણે બનાવટી અને દુર્ભાવનાપૂર્ણ બકવાસ છે. આ ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરો!"