Mon May 25 2026

Logo

આગામી ચાર મહિના સુધી ન્યાયના દેવતા શનિદેવ ચાર રાશિના જાતકોને કરાવશે ચાંદી જ ચાંદી... જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-05-25 16:22:35
Author: Darshana Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવતા અને સૌથી ધીમી ચાલ ચાલતા ગ્રહ શનિદેવનું નક્ષત્ર પરિવર્તન હંમેશા તમામ 12-12 રાશિઓના જીવનમાં મોટા આંદોલનો અને આર્થિક બદલાવો લાવે છે. તાજેતરમાં જ 17મી મે 2026ના રોજ શનિદેવે બુધના સ્વામીત્વ વાળા પવિત્ર 'રેવતી નક્ષત્ર'માં પ્રવેશ કર્યો છે, જ્યાં તેઓ આગામી નવમી ઓક્ટોબર, 2026 સુધી એટલે કે આશરે ચાર મહિના બિરાજમાન રહેશે.

શનિદેવનું આ નક્ષત્ર ગોચર ચાર ભાગ્યશાળી રાશિઓ માટે અઢળક પૈસા, કરિયરમાં પ્રમોશન, કીર્તિ અને અદભુત ખુશીઓની વણઝાર લાવનારું સાબિત થશે. શનિદેવ અને રેવતી નક્ષત્રના સંયોગથી કઈ ચાર રાશિના જાતકોનું નસીબ સોનાની જેમ ચમકવા જઈ રહ્યું છે અને તેમને શું લાભ થશે, ચાલો જાણીએ... 

વૃષભ:

વૃષભ રાશિના જાતકો માટે આગામી ૪ મહિનાનો સમય કોઈ મોટા વરદાનથી કમ નથી. તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે અને અણધારી જગ્યાએથી ફસાયેલા પૈસા પરત મળવાથી બેંક બેલેન્સમાં મોટો ઉછાળો આવશે. નોકરી કરતા જાતકોને પગાર વધારા સાથે પ્રમોશન અથવા મનગમતી જગ્યાએ બદલી મળશે. વ્યાપારીઓ માટે આ ગાળો બિઝનેસના વિસ્તરણ અને મોટા ઓર્ડર મેળવવા માટે સર્વોત્તમ છે. સમાજમાં તમારી પદ અને પ્રતિષ્ઠા વધશે. કુંવારા જાતકો માટે નવા અને મજબૂત સંબંધોમાં બંધાવાના યોગ બની રહ્યા છે.

મિથુનઃ

શનિદેવની કૃપાથી મિથુન રાશિના જાતકોને કરિયરના ક્ષેત્રમાં કોઈ મોટી અને આકર્ષક નવી નોકરીની ભેટ મળી શકે છે. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામ અને સ્ટ્રેટેજીના ખુલ્લા મનથી વખાણ કરશે. જે લોકો આયાત-નિકાસ મલ્ટીનેશનલ કંપનીઓ કે વિદેશી પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે, તેમને આ ૪ મહિનામાં અઢળક આર્થિક લાભ થશે. લાંબા સમયથી ચાલી રહેલા કોર્ટ-કચેરીના વિવાદો કે પારિવારિક ઝઘડાઓનો અંત આવશે, જેનાથી માનસિક તણાવ કાયમ માટે દૂર થઈ જશે.

તુલા: 

જ્યોતિષીય નિયમ મુજબ, શનિદેવ એ શુક્ર ગ્રહના પરમ મિત્ર છે અને તુલા રાશિના સ્વામી શુક્ર હોવાથી શનિનું આ નક્ષત્ર પરિવર્તન તમને ભાગ્યનો ૧૦૦ ટકા સાથ અપાવશે. તમારા વર્ષોથી અટકેલા તમામ કઠિન કાર્યો આપોઆપ પૂરા થવા લાગશે. આ સમયગાળા દરમિયાન નવું મકાન, જમીન કે આલીશાન વાહન ખરીદવાના તમારા સપના સાકાર થશે. જીવનમાં અચાનક લક્ઝરી અને સુખ-સાધનો વધશે. સિંગલ જાતકોના જીવનમાં કોઈ ખાસ પાર્ટનરની એન્ટ્રી થઈ શકે છે. ઘરમાં લગ્ન કે સગાઈ જેવા માંગલિક પ્રસંગોનું આયોજન થશે.

ધનઃ

ધન રાશિના જાતકો માટે શનિદેવનું આ નક્ષત્ર ગોચર આર્થિક મોરચે સુવર્ણ યુગ લાવશે. તમારી આવકના નવા સ્ત્રોતો ખુલશે, જેના કારણે તમે મોટી માત્રામાં નાણાં બચાવવામાં અને તેનું સ્માર્ટ રોકાણ કરવામાં સફળ રહેશો. જો તમે કોઈ નવો બિઝનેસ, સ્ટાર્ટઅપ કે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પરિસ્થિતિઓ તમારી તરફેણમાં રહેશે. મારું સ્વાસ્થ્ય એકદમ સારું અને ઉર્જાવાન રહેશે. પરિવાર અને લાઈફપાર્ટનર સાથેના સંબંધો વધુ મધુર અને મજબૂત બનશે.

વધુ જુઓ...