Wed Jun 10 2026

Logo

શાલીન ભનોટ અને દલજીત કોરના ફરી લગ્નની અફવા પર એક્ટર ભડક્યો, લીગલ એક્શનની આપી ચેતવણી

2026-06-10 19:07:00
Author: mumbai samachar team
Article Image

Shalin Bhanot Dalljiet Kaur


મુંબઈ: બિગ બોસ ફેમ એક્ટર શાલીન ભનોટ પોતાના ભવ્ય અભિનયને કારણે ચર્ચામાં આવ્યા હતા. એવી ચર્ચા છે, કે શાલીન ભનોટ પોતાની એક્સ વાઈફ દલજીત કોર સાથે ફરી એકવાર લગ્ન કરવાનું વિચારી રહ્યો છે અને બંને ફરી એકબીજાના નજીક આવ્યા છે. આ અફવાઓ ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી. જેના પર બાદમાં શાલીન એક્શનમાં આવ્યો છે. તેણે નેટિઝન્સને જણાવ્યું કે આ અફવા છે અને ખોટી અફવા ફેલાવવામાં આવી છે. શાલીને જણાવ્યું હતું કે તે બંને બીજી વાર લગ્ન કરી રહ્યા નથી, જેને પણ ખોટી અફવાઓ ફેલાવી હશે તેમના વિરુદ્ધ તેઓ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. 

શાલીન ભનોટનું રિએકશન 
શાલીન ભનોટ તાજેતરમાં જ દિલજીત દોસાંજની ફિલ્મ 'મેં વાપસ આઉંગા'ની સ્ક્રીનીંગ પર જોવા મળ્યા હતા. જ્યાં તેમણે પેપરાઝીને પોઝ પણ આપ્યા હતા. ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફરે પેજએ પ્રીમિયરની એક રીલ શેર કરી હતી. આ રીલમાં શાલીન કેમેરા માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. આ વીડિયોના માધ્યમથી અફવાઓએ જોર પકડ્યું હતું, કે શાલીને દિલજીત સાથે બીજીવાર લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. ત્યાર બાદ શાલીને આ રીલ પર પોતાનું રિએકશન આપ્યું હતું, 'આ એક અફવા છે' તેવું સ્પષ્ટીકરણ કર્યું હતું. આ પોસ્ટ બાદ એક્ટર સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી.

તેમણે આ પોસ્ટમાં જણાવ્યું હતું કે આ એક ખોટા સમાચાર છે. એક મીડિયા પેજની રીતે આ તમારી પ્રોફેશનલ જવાબદારી છે કે તમે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિગત જીવન વિશે ફક્ત વ્યૂઝ મેળવવા માટે આટલું જુઠ્ઠાણું ફેલાવતા પહેલા તથ્યોની તપાસ કરો. આ પોસ્ટને તાત્કાલિક ડિલીટ કરો અને ખોટી જાણકારી ફેલાવવા બદલ પોતાના પેજ પર એક માફીનામું પોસ્ટ કરો. આને ચેતવણી સમજવી, જો આવું ના કર્યું તો મારી પાસે તમારી અને તમારી કંપની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સિવાય કોઈ માર્ગ નહિ બચે.'

શાલીન અને દલજીત કોર વિશે જાણકારી
શાલીનના જવાબે જલ્દી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ ખોટી જાણકારી વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે અભિનેતાના સથવારે આગળ આવ્યા હતા. દલજીતે આ ચર્ચા પર હજી સુધી કોઈ કમેન્ટ આપી નથી.

શાલીન ભનોટ અને દલજીત કોરની મુલાકાત એક ટીવી શૉ 'કુલવધૂ' ના સેટ પર થઇ હતી. ત્યારબાદ 2009માં તેમણે લગ્ન કરી લીધા હતા. બંને 'નચ બલિયે' માં સાથે દેખાયા હતા. તેઓ આ શૉ પણ જીતી ગયા હતા. આ કપલને એક દીકરો છે, તેનું નામ ઝેડન છે. દીકરાનો જન્મ 2014 માં થયો હતો. દલજીત અને શાલીનના છૂટાછેડા 2015માં થયા હતા. અભિનેત્રીએ શાલીન પર ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. દલજીતે શાલીન પર કેટલાક આરોપો પણ લગાવ્યા હતા, જેનો વિવાદ ખૂબ લાંબો ચાલ્યો હતો.  

દલજીતના બીજા લગ્ન 
દલજીત કોરે વર્ષ 2023માં કેન્યાના બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કરી લીધા હતા, તેના દીકરા ઝેડનને લઈને નૈરોબી જતી રહી હતી. આ લગ્નજીવન એક વર્ષ પણ ચાલી શક્યું નહોતું. બાદમાં દિલજીતે બીજા પતિ પર પણ છેતરપિંડીના આરોપો લગાવ્યા હતા.
અભિનેત્રીએ કહ્યું કે તેનો બીજો પતિ કોઈ બિઝનેસમેન નથી, પણ એક સામાન્ય નોકરી કરે છે ત્યાર બાદ નિખિલે અભિનેત્રીને એક લીગલ નોટિસ મોકલી હતી, જેમાં તેમને તેમના કેન્યા સ્થિત ઘરથી પોતાનો દરેક સામાન લઇ જવાનું કહ્યું, ત્યાર બાદ દિલજીતે નિખિલ વિરુદ્ધ સ્ટે ઓર્ડર લીધો હતો. જેથી નિખિલને તેમના સામાન ફેંકવા અને તેના દીકરા ઝેડનને ઘર બહાર કાઢવા માટે રોકવામાં આવ્યા હતા. હાલમાં બંને વચ્ચેનો સબંધ પૂરો થયો છે.