Tue Aug 18 2026

Logo

શાહરૂખથી સલમાન સુધી... કરોડોની વેનિટી વેનના માલિક છે આ બોલિવૂડ સ્ટાર્સ, કોની સૌથી મોંઘી?

2026-08-01 22:14:53
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડના સ્ટાર્સ પોતાની ફિલ્મોની સાથે પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને જ્યારે તેઓ કોઈ શુટિંગમાં જાય ત્યારે કેટલીય વસ્તુઓ સાથે રાખતા હોય છે. કોસ્ચ્યુમથી લઈને હેરકોંબ સુધી અમુક વસ્તુઓ સતત પોતાની સાથે રાખતા હોય છે. કોસ્ચ્યુમ સિવાય પણ કેટલાક આઉટફિટ એવા હોય છે જેમાં તેઓ રીલેક્સ રહેતા હોય છે. આ માટે તેઓ વેનિટીવેનને પસંદ કરે છે. આ કોઈ સામાન્ય વેનિટીવેન નથી હોતી એમાં અનેક પ્રકારની લક્ઝરી સુવિધાઓ હોય છે. શાહરૂખ ખાન, સલમાન ખાનથી લઈને રણબીર કપૂર સુધી ઘણા એવા સ્ટાર છે જેના પાસે કરોડો રૂપિયાની વેનિટી છે. 

કિંગ ખાનઃ
કિંગ ખાન પાસે પોતાની ₹4 કરોડ રૂપિયાની વેનિટીવેન છે. જેમાં એક લક્ઝરી ઓફિસ જેવો પ્રીમિયમ લૂક છે. કોર્પોરેટ જેવી ફીલ આવે છે. અંદર લક્ઝરી લાઉજ, બેડરૂમ, મેકઅપ એરિયા અને મિટિંગ રૂમનો પણ સમાવેશ થાય છે. કિંગખાન જ્યાં પણ જાય છે ત્યાં આ મોટાભાગના કિસ્સાઓમાં આ વાન સાથે હોય છે. શુટિંગ સિવાયના શેડ્યુલમાં તે અહીંયા બેસીને કેટલુક કામ પણ કરે છે. છેલ્લા કેટલાક દિવસથી શાહરૂખ ખાન પોતાની નવી ફિલ્મ કિંગ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના મ્યુઝિક રાઈટ્સને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. 

સલમાન ખાનઃ 
બોલિવૂડના ભાઈજાન પોતાની સરળ લાઈફના કારણે જાણીતા છે. સલમાન ખાન સામાન્ય રીતે ખૂબ જ કેઝ્યુઅલ લૂકમાં જ જોવા મળે છે. ક્યારેક રીલેક્સ મૂડમાં પણ દેખાય છે. સલમાન ખાન પાસે પણ ₹3 કરોડની વેનિટી વેન છે. જેમાં જીમના સાધન, કિચન, લાઉંજ અને આરામદાયક બેડરૂમ જેવી સુવિધા છે. સામાન્ય રીતે આવી વેનમાં ખાણી-પીણી માટેની પણ વ્યવસ્થા હોય છે. સલમાન ખાનની પણ ફિલ્મ માતૃભૂમિ આવી રહી છે.આ ફિલ્મને લઈને હજું કેટલુક પ્રોડ્કશન કામ પણ ચાલી રહ્યું હોવાની વિગત મળી છે. 

દીપિકા પાદુકોણઃ 
કરોડો રૂપિયાની ફી લેતી એક્ટ્રેસ દીપિકા ટૂંક સમયમાં પોતાના નવા મહેમાનને જન્મ આપવાની છે. દીપિકા પાસે પણ ₹1 કરોડની વેનિટી વેન છે. આ વેનિટીવેન જેવીતેવી નથી. અંદરથી પ્રીમિયમ લૂક અને મેકઅપ માટેની ખાસ વ્યવસ્થા છે. અંદર આરામ કરવાથી લઈને લંચ કરવા માટેની ખાસ સુવિધાઓ છે. એક્ટર રણબીર કપૂર પાસે ₹1 કરોડની વેનિટી છે. જેમાં શાનદાર લક્ઝરી લાઉજ છે. મેકઅપ માટે ખાસ વ્યવસ્થા છે. ઘણવાર તે શુટિંગ લોકેશન ઉપર પણ લઈને જાય છે. 

આલિયા ભટ્ટ
રણબીર કપૂરની લાઈફ આલિયા ભટ્ટ પાસે પણ પોતાની ₹3 કરોડની વેનિટી છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ વેનિટીનું ઈન્ટિરીયર શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ ડીઝાઈન કર્યું છે. જેમાં લાઈટિંગથી લઈને મેકઅપ રૂમ સુધીની અને સૂવાથી લઈને ટ્રાવેલ સીટ સુધીની સુવિધા છે. શુટિંગ શેડ્યુલ સિવાય આલિયા ઘણોખરો સમય અહીંયા પસાર કરે છે. આ સિવાય રીતિક રોશન પાસે ₹3 કરોડની વેનિટી છે. જેમાં આરામદાયક તમામ પ્રકારની સુવિધા છે. સૂત્રોમાંથી વિગત એવી પણ મળી છે કે, રીતિકની વેનિટીમાં મેકઅપ માટેની સૌથી બેસ્ટ વ્યવસ્થા છે. આ સિવાય કરીના કપૂર અને અજય દેવગન પાસે 1 કરોડની વેનિટી વાન છે.