સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં પોતાની આગામી ફિલ્મ રાકાને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યો છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મને લઈને દર્શકોમાં ખાસ્સી એવી ઉત્સુક્તા જોવા મળી રહી છે. આ બધા વચ્ચે ફિલ્મ રાકાનો ફર્સ્ટ લૂક રીલિઝ કરવામાં આવ્યો છે, જે જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે.
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનના બર્થડે પર તેની આગામી ફિલ્મ 'રાકા' (Raaka)નું ફર્સ્ટ લૂક રીલિઝ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર ફિલ્મનો ફર્સ્ટ લૂક ધૂમ મચાવી રહ્યો છે. એટલી કુમારના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ફ્રેશ જોડી જોવા મળશે. પરંતુ હવે જે લેટેસ્ટ અપડેટ સામે આવી છે તેણે ચાહકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. અહેવાલો મુજબ, આ ફિલ્મમાં બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનની એન્ટ્રી થઈ ચૂકી છે.
Happy Birthday @alluarjun … the poster is intriguing and amazing just like you are. Can’t wait to see what you guys have put together. This experience will be… in Atlee’s words - Mass masss massss!! #Raaka looks so exciting, all the best!! @Atlee_dir pic.twitter.com/QHh3ZkpKQh
— Shah Rukh Khan (@iamsrk) April 8, 2026
બોલીવૂડના કિંગખાન શાહરૂખ ખાન અલ્લુ અર્જુનની ફિલ્મ 'રાકા'માં એક મહત્વપૂર્ણ કેમિયો રોલ કરતો જોવા મળશે. આ ફિલ્મ દ્વારા ભારતીય સિનેમાના ત્રણ સૌથી મોટા દિગ્ગજો – શાહરૂખ, અલ્લુ અર્જુન અને એટલી કુમાર એકસાથે આવી રહ્યા છે. એટલી કુમાર અને શાહરૂખ ખાને અગાઉ 'જવાન' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. એટલી અને અલ્લુ અર્જુન સાથે શાહરૂખના સંબંધો ઘણા ગાઢ છે, જેના કારણે આ કેમિયો શક્ય બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ જ્યારે ફિલ્મ જવાનનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે અલ્લુ અર્જુન આ ફિલ્મમાં કેમિયો રોલ કરવાનો હતો, પરંતુ 'પુષ્પા ટુ'ના બિઝી શેડ્યૂલને કારણે આવું શક્ય બન્યું નહોતું. હવે કિંગ ખાન અલ્લુ અર્જુનની ફિલ્મમાં દેખાઈને ચાહકોની એ ઈચ્છા પૂરી કરશે. આ સિવાય દીપિકા પાદુકોણ પણ 'જવાન' પછી બીજી વખત એટલી કુમાર સાથે કામ કરી રહી છે.
જ્યારે 'રાકા'નું પોસ્ટર રિલીઝ થયું ત્યારે શાહરૂખ ખાને તેને શેર કરીને અલ્લુ અર્જુનને બર્થડે વિશ કર્યું હતું અને આ પ્રોજેક્ટને લઈને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. જેના જવાબમાં એટલીએ લખ્યું હતું કે, લવ યુ સર, તમને વધુ ગર્વ થાય એવું કામ કરીશું.