Sun Oct 04 2026

Logo

સેલિબ્રેશનઃ સારા તેંડુલકરનો સિંપલ બટ ગ્લેમર લૂકે ફેન્સને દિવાના કર્યા, તસવીરો થઈ વાયરલ

2026-09-15 22:44:16
Author: Mumbai Samachar Team
સેલિબ્રેશનઃ સારા તેંડુલકરનો સિંપલ બટ ગ્લેમર લૂકે ફેન્સને દિવાના કર્યા, તસવીરો થઈ વાયરલ

Sara Tendulkar (@saratendulkar)


મુંબઈઃ સમગ્ર દેશમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. લોકો એકબીજના ઘરે જઈને બાપ્પાના દર્શન કરી રહ્યા છે તો કોઈ મોટા પંડાલમાં જઈને બાપ્પાને શીશ નમાવી રહ્યા છે. સૌથી વધારે ચર્ચા સેલેબ્સના ગણપતિની થઈ રહી છે ત્યારે સચીન તેંડુલકરની પુત્રી સારા પોતાના ટ્રેડિસનલ અંદાજને કારણે ચર્ચામાં છે. ગણેશોત્સવ દરમિયાન તેણે જે સાદગીથી આઉટફિટ પહેર્યા હતા એ જોઈને ફેન્સ દિલ ખોલીને એના વખાણ કરી રહ્યા છે. સામાન્ય પરિવારજનોની સાથે સાથે દેશભરની જાણીતી અને પ્રખ્યાત હસ્તીઓ પણ આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી રહી છે. ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે 'બાપ્પા'નું સ્વાગત કર્યું અને તેમના ચાહકોને તહેવારની શુભેચ્છાઓ પાઠવી. 

સેલિબ્રિટિનું સેલિબ્રેશન
આ દરમિયાન, તેમની પુત્રી સારા તેંડુલકર પણ ગણપતિ ઉત્સવના રંગમાં રંગાયેલી જોવા મળી હતી. તેણે સોશિયલ મીડિયા પર તસવીરો શૅર કરી અને પોતાની ભાભી સાનિયા ચાંદોક સાથે પોઝ આપ્યો. બન્ને એકદમ સાદા પણ ગ્લેમરસ લાગી રહ્યા છે.ભાભી સાનિયા કરતા ચર્ચા સારાની થઈ રહી છે. મંગળવારે સવારે સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના એકથી એક ચડિયાતા પોઝ શૅર કર્યા હતા.

જેમાં તેપોતાના પિતા સચીન સાથે બાપ્પાની આરતી કરી રહી છે. આ પોસ્ટ પર સારાએ લખ્યું હતું કે, મોદક, આરતી, સ્વાદિષ્ટ ભોજન, પરિવાર, મિત્રો અને બાપ્પાના ઘરે હોવાની એ ખાસ અનુભૂતિ. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. ખાસ વાત એ છે કે, આ તમામ ફોટોમાં સારાની માત્ર એક જ તસવીર છે. બીજા એક સ્ટેટસમાં તેણે ઘરે આવેલા બપ્પાનો મસ્ત લૂક લોકોને બતાવ્યો હતો. તેના એક ફોટો પર દોઢ લાખથી વધારે લાઈક્સ આવી ચૂકી છે. 

 

પાંચમી તસવીરની સૌથી વધુ ચર્ચા
પોતાની અનેક એવી તસવીર શૅર ન કરતા લખ્યું હતું કે,  'Ganpu season'. આ સિવાય હાથ જોડતો ઈમોજી પણ શૅર કર્યો હતો. પહેલી તસવીરમાં તે સ્માઈલિંગ પોઝ આપી રહી છે. બીજી તરફ તે કેમેરા બાજુ મસ્ત પોઝ આપી રહી છે. પાંચમી તસવીરમાં સારા એકલી નહીં, પરંતુ તેની ભાભી સાનિયા ચંડોક સાથે જોવા મળી હતી. ભાભી-નણંદની આ જોડીએ ચાહકોના દિલ જીતી લીધા હતા. સારાના ગણપતિ ઉત્સવના લુકે ચાહકોનું ધ્યાન ખેંચ્યું. તેણે પોતાની સાડી સાથે ભારે ઘરેણાં - જેમ કે નેકલેસ, કાનની બુટ્ટી અને બંગડીઓ - પહેર્યા હતા. આ ઉપરાંત, તેણે વાળમાં ગજરો પણ લગાવ્યો હતો, જેણે તેની સુંદરતામાં વધુ વધારો કર્યો.