Mon May 18 2026

Logo

'આખરી સવાલ'સવાલનું રાષ્ટ્રપતિ ભવનમાં થયું દમદાર સ્ક્રિનિંગ, કમાણી ઓછી પણ ફિલ્મની અસર વધુ

2026-05-17 22:18:22
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ સંજય દત્તની ફિલ્મ'આખરી સવાલ'ની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સિનેમાઘરમાં રીલિઝ થઈ ચૂકી છે. બોક્સઓફિસ પર ભલે આ ફિલ્મ ઠીકઠાક ચાલી હોય પણ વિવેચકો આ ફિલ્મના દમદાર રીવ્યૂ આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે, રાજકીય ક્ષેત્રે મોટા કદના નેતાઓ પણ આ ફિલ્મ જોવા માટે પહોંચ્યા છે. રાષ્ટ્રપતિભવનમાં આ ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. 

ફિલ્મ પર થયેલી છે PIL
આ ફિલ્મ પર PIL થયેલી છે. જેને લઈને વિવાદ થયો છે. 'આખરી સવાલ'માં આખરે છે શું એને લઈને ફેન્સની આતુરતા વધી રહી છે. તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ ફિલ્મના વખાણ કર્યા હતા.રાષ્ટ્રપતિ ભવનમાં પણ આ ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. એકબાજુ વિવાદના વંટોળમાં વેગ આવી રહ્યો છે એવામાં બીજી તરફ રાજનેતાઓ આ ફિલ્મ જોવા માટે પહોંચી રહ્યા છે. હવે સવાલ એ થાય છે કે, 'આખરી સવાલ'માં છે શું જેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતમાંથી આ ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.ફિલ્મમાં માત્ર મનોરંજન નથી પણ કેટલાક એવા પણ મુદ્દા છે જે ડાયરેક્ટ સમાજ અને સામાન્ય વ્યક્તિને ક્નેક્ટ કરી રહ્યા છે. 

દમદાર એક્ટિંગ
'આખરી સવાલ' ફિલ્મ નેશનલ ફિલ્મ વિનર અભિજીત મોહન વરંગે બનાવી છે. ફિલ્મ રાઈટિંગમાં આ વખતે સંજય દત્તે પણ હાથ અજમાવ્યો છે. આ ફિલ્મના રાઈટિંગમાં નિખિલ નંદા સાથે સંજય દત્તે પણ એક પ્રયોગ કર્યો છે. જ્યારે સ્ક્રિન પ્લે અને ડાયલોગ્સ ઉત્કર્ષ નૈથાનીએ લખ્યા છે. 15 મેના રોજ આ ફિલ્મ રીલિઝ થઈ હતી. ધુરંધર બાદ સંજય દત્તની આ બીજી મોટી ફિલ્મ છે. બિગ બજેટ સાથે ફિલ્મના વિષયને લોકો પસંદ કરી રહ્યા છે. જોકે, એક્ટિંગમાં સંજુબાબાનો પણ કોઈ જવાબ નથી.