મુંબઈઃ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક માઠા સમાચાર આવ્યા છે. જાણીતી એક્ટ્રેસ સંચિતા ઉગાલેએ રવિવારે મુંબઈમાં સુસાઈડ કર્યું છે. કુમકુમ ભાગ્ય સીરિયલથી લોકપ્રિય બનેલી એકટ્રેસના મોતથી ચાહકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે એક્ટ્રેસે સુસાઈડના થોડા કલાક પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તે ખુશ લાગતી હતી. 30 વર્ષીય સંચિતાએ આવું પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી.
દમદાર રોલ માટે જાણીતી હતી
સંચિતાએ સાજન ઘર, કુમકુમ ભાગ્ય, વાગલે કી દુનિયા અને દિલવાલી દૂલ્હા લે જાયેગી જેવા શોમાં કામ કર્યું હતું. સંચિતા કુમકુમ ભાગ્યમાં દીયા ટંડનનો રોલ કરીને જાણીતી બની હતી. સંચિતા ટીવી અને ફિલ્મો બંનેમાં તેના દમદાર રોલ માટે જાણીતી હતી. તેણે વિક્કી કૌશલની ફિલ્મ છાવામાં કામ કર્યું હતું. તે તારાબાઈના રોલમાં નજરે પડી હતી.
સુસાઈડના થોડા કલાક પહેલા પોસ્ટ કરી હતી રીલ
સંચિતાએ તેના સુસાઈડના થોડા કલાકો પહેલા સોશિયલ મીડિયા પર એક રીલ પોસ્ટ કરી હતી. જેમાં તે ખડખડાટ હસતી જોવા મળી હતી. આ વીડિયો જોઈને એક્ટ્રેસ સુસાઈડ જેવું પગલું ભરશે તેવું ચાહકો માનતા નથી. આ રીલના કેપ્શનમાં સંચિતાએ લખ્યું હતું કે- હું નાચું તુ નાચ.

સુશાંતસિંહ રાજપૂતનું પણ આ તારીખે થયું હતું નિધન
ઉલ્લેખનીય છે કે, 2020માં આ તારીખે જ સુશાંત સિંહ રાજપૂતનું પણ મૃત્યુ થયું હતું. સુંશાત સિંહ રાજપૂતે પણ 14 જૂન, 2020ના રોજ જીવ આપ્યો હતો. તેના મૃત્યુને 6 વર્ષ થયા છે.