Sat Jun 27 2026

Logo

સપ્ટેમ્બર મહિનામાં સારા-સૈફ અલીખાનની 'ફિલ્મી ટક્કર', 'હૈવાન' બચાવી શકશે બાજી?

2026-06-27 21:18:40
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ 2026નું વર્ષ બોલિવૂડની ફિલ્મો માટે કમાણીનું વર્ષ બની રહે તો નવાઈ નહીં. પણ આ કમાણીનો આધાર કોન્ટેટ અને સ્ટારકાસ્ટ પર રહેલો છે. ક્યારેક ફિલ્મોની ટક્કર જોવા મળશે તો ક્યારેક બે ફિલ્મ એકસાથે આવતા કરોડોની કમાણીમાં ફેર પણ પડી જાય છે. વાત મૂળ એ છે કે, હવે બે જુદી-જુદી ફિલ્મમાં સારા અને સૈફઅલી ખાનની ટક્કર થવાની છે. ફિલ્મનિર્માતા પ્રિયદર્શનની ફિલ્મ 'હૈવાન' આવી રહી છે એની સાથે આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની કોમેડી ફિલ્મ 'ઉડતા તીર' પણ આવી રહી છે. આયુષ્માન ખુરાના સાથેની એ તેની બીજી બેકટુ બેક ફિલ્મ છે. આ પહેલા તે 'પતિ-પત્ની ઔર વો દો'માં આ જોડી જોવા મળી હતી. 

18 વર્ષ બાદ આવે છે 'હૈવાન'

આ બન્ને ફિલ્મસ્ટારની ટક્કર એટલા માટે રસપ્રદ રહેશે કારણ કે,18 વર્ષ બાદ 'હૈવાન' આવી રહી છે જેમાં અક્ષય કુમાર અને સૈફઅલી ખાન સાથે જોવા મળશે.એ સમયે અક્ષય અને સૈફઅલી ખાનની 'મૈ ખેલાડી તુ અનાડી' પણ આવી હતી. આ જ બોક્સઓફિસની રેસમાં હવે સારાઅલી ખાન પણ છે. હવે પિતા માટે પુત્રી પડકાર બનશે કે પિતા આખરે એક પદ ઊંચા સાબિત થશે? એ ફિલ્મ આવ્યા બાદ જ નક્કી થશે.

'હૈવાન'ની ટક્કર આયુષ્માન ખુરાના અને સારાની ફિલ્મ 'ઉડતા તીર' સાથે થઈ શકે છે. જો તારીખ બદલવામાં ન આવે તો પિતા-પુત્રીના સ્ટારડમની કસોટી થશે, જોકે બન્નેના ફેન્સ ફોલોઈંગ જુદા-જુદા હોવાને કારણે ખાસ કોઈ ફરક જોવા નહીં મળે. સૂત્રોમાંથી વિગત એવી મળી રહી છે કે, 'હૈવાન' વર્ષ 2016માં આવેલી પ્રિયદર્શનની ફિલ્મ 'ઓપ્પમ'ની હિન્દી રીમેક છે, જોકે 'ઓપ્પમ' મલયાલમ ભાષામાં આવી હતી. 'હૈવાન' ફિલ્મનું એનાઉસમેન્ટ સોશિયલ મીડિયા પર પ્રોડક્શન હાઉસે કર્યું હતું. 

શું છે 'ઉડતા તીર'માં?

'ઉડતા તીર' ફિલ્મમાં એક નવી વાર્તા જોવા મળશે. કોમેડીનો ફૂલ ડોઝ ફરી એકવાર આયુષ્માન લઈને આવી રહ્યો છે, જોકે આ વખતે આ ફિલ્મની થોડી હિન્ટ મળી છે. આ ફિલ્મ એક સ્પાય કોમેડી છે. આ ફિલ્મ પાછળ આકાશ કૌશિકનું દિમાગ અને ડાયરેક્શન છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, 11 સપ્ટેમ્બરે જ્યારે બન્નેની ફિલ્મ આવશે તો જોવાની મજા બેવડાશે. કમાણીના મામલે કોણ બાજી મારી જશે એના પર સૌની નજર છે. ખાસ વાત એ છે કે, આ બન્ને ફિલ્મની રિલીઝ ડેટ હાલ તો એક જ છે 11 સપ્ટેમ્બર. હવે તારીખમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે તો પિતા-પુત્રીની જોડી ફરી ધમાલ મચાવશે પણ હરિફાઈના યુગમાં ફિલ્મ ક્ષેત્ર પણ બાકાત નથી.

વધુ જુઓ...