મુંબઈઃ એનસીપી (શરદ પવાર)ના નેતા રોહિત પવારે દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પ્લેન ક્રેશ મામલે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘટનાને કાવતરું ગણાવીને નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી.
આ મામલે વીએસઆર વેન્ચર્સને બચાવવામાં આવી રહી છે. તેણે ન્યાય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને હસ્તક્ષેપની માંગ કરી હતી.
હોઈ શકે છે મોટું ષડયંત્ર
રોહિત પવારે દાવો કર્યો કે જો આપણે કોઈ ષડયંત્રની વાત કરીએ, તો તે બે પ્રકારના હોઈ શકે છે—એક રાજકીય અને બીજું વ્યાપારિક. અમે એ જાણવા માંગીએ છીએ કે આ આખું કાવતરું કેવા પ્રકારનું છે. જો આ મામલે જવાબદાર VSR કંપનીને કોઈ બચાવી રહ્યું હોય અથવા સંરક્ષણ આપી રહ્યું હોય, તો તે પણ એક મોટા ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે એ તપાસવા માંગીએ છીએ કે આ કયા પ્રકારનું ષડયંત્ર છે. VSR કંપનીની પાછળ ખૂબ જ શક્તિશાળી લોકો અને DGCA ના અધિકારીઓછે, જેઓ આ સમગ્ર તપાસને પ્રભાવિત કરી રહ્યા છે.
આવો પણ કર્યો ચોંકાવનારો દાવો
આ ઉપરાંત ચોંકાવનારો દાવો કરતાં તેણે કહ્યું, વિમાનમાં બે વધારાની ગેરકાયદે ફ્યૂલ ટેંક રાખવામાં આવી હતી. જેણે બોમ્બ જેવું કામ કર્યું અને વિસ્ફોટની તીવ્રતા વધારી હતી. વિમાન કંપનીના એન્જિન જૂના થઈ ચુક્યા છે અને તેની પાસે માત્ર 85 કલાક ઉડાનનો સમય બાકી રહ્યો હતો. દુર્ઘટના બાદ કંપનીએ ડોક્યુમેંટ અને ડિજિટલ પુરાવા પણ બદલી નાખ્યા હતા.
VIDEO | Delhi: NCP (SP) MLA Rohit Pawar (@RRPSpeak) holds a press conference on Baramati air crash, says, "CVR we are talking about—the Cockpit Voice Recorder—had a capacity of only 30 minutes in that flight. But if you look at the government regulations, the DGCA (Directorate… pic.twitter.com/VAp5OzUGD3
— Press Trust of India (@PTI_News) February 21, 2026
નાગરિક ઉડ્ડયન પ્રધાનના રાજીનામાની કરી માંગ
રોહિત પવારે કહ્યું, નાગરિક ઉડ્ડયન પ્રધાને નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપી દેવું જોઈએ. આ મુદ્દે દેશના સૌથી શક્તિશાળી લોકો જ ન્યાય અપાવી શકે છે. જો તપાસ યોગ્ય દિશામાં લઈ જવી હોય તો વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે તેમાં દખલ દેવી જોઈએ. આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અંગત રીતે પત્ર લખવામાં આવશે. તેમજ ઈમેલ પણ કરવામાં આવશે.
રોહિત પવારના આ નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ તેજ થઈ ગઈ છે. વિપક્ષ તેને સુરક્ષામાં ગંભીર ચૂકનો મામલો ગણાવી રહ્યું છે. જ્યારે સત્તાપક્ષ તરફથી આ અંગે હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.