અમદાવાદઃ રાજ્ય પર એકથી વધુ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જોકે દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે પણ સુરત, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં સૌથી વધુ 18.19 ઇંચ વરસાદ ખાબક્યો છે.
સુરત શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 100 ઇંચથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં મળીને 100 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના પલસાણામાં 18.19 ઇંચ, કામરેજમાં 17.4 ઇંચ, સુરત શહેરમાં 14.09 ઇંચ, બારડોલામાં 9.37 ઇંચ, અંબિકામાં 9.25 ઇંચ, મહુવામાં 8.86 ઇંચ, ઉમરપાડામાં 6.38 ઇંચ, ચોર્યાસીમાં 6.26 ઇંચ, માંડવીમાં 4.88 ઇંચ, અરેઠમાં 3.15 ઇંચ, ઓલપાડમાં 3.07 ઇંચ, માંગરોળમાં 2.72 ઇંચ મળી સુરત શહેર અને જિલ્લામાં 100 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
અન્ય ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના એક તાલુકામાં 18 ઇંચથી વધારે, એક તાલુકામાં 17 ઇંચથી વધારે, એક તાલુકામાં 15 ઇંચથી વધારે, એક તાલુકામાં 14 ઇંચથી વધારે, એક તાલુકામાં 12 ઇંચથી વધારે, એક તાલુકામાં 11 ઇંચથી વધારે, બે તાલુકામાં 9 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 8 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 7 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 6 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 5 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 4 ઇંચથી વધારે, છ તાલુકામાં ઇંચથી 3 વધારે, 20 તાલુકામાં 2 ઇંચથી વધારે, 21 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 120 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.
સૌથી વધુ વરસાદ પડેલા તાલુકા
પલસાણામાં 18.19 ઇંચ, કામરેજમાં 17.4 ઇંચ, નવસારીમાં 15.28 ઇંચ, સુરત શહેરમાં 14.09 ઇંચ, કપરાડામાં 12.68 ઇંચ, જલાલપોરમાં 11.02 ઇંચ, બારડોલીમાં 9.37 ઇંચ, અંબિકામાં 9.25 ઇંચ, ડોલવણમાં 8.90 ઇંચ, મહુવા (સુરત)માં 8.86 ઇંચ, ડાંગમાં 8.46 ઇંચ, સુબીરમાં 7.76 ઇંચ, ગણદેવીમાં 7.72 ઇંચ, વાલોદમાં 7.44 ઇંચ, ચીખલીમાં 7.36 ઇંચ, વ્યારામાં 6.65 ઇંચ, નાનાપોંઢામાં 6.38 ઇંચ, ઉમરપાડામાં 6.34 ઇંચ, ચોર્યાસીમાં 6.26 ઇંચ, ધરમપુરમાં 5.98 ઇંચ, સોનગઢમાં 5.71 ઇંચ, વાંસદામાં 5.67 ઇંચ, વઘઈમાં 5.35 ઇંચ, ખેરગામમાં 5.31 ઇંચ, પારડીમાં 4.92 ઇંચ, માંડવી (સુરત)માં 4.88 ઇંચ, ઉકાઈમાં 4.72 ઇંચ, વલસાડમાં 4.02 ઇંચ, નેત્રંગમાં 3.66 ઇંચ, નાંદોદમાં 3.58 ઇંચ, દહેગામમાં 3.58 ઇંચ, અરેઠમાં 3.50 ઇંચ, ઓલપાડમાં 3.07 ઇંચ, વાગરામાં 2.99 ઇંચ, ઉમરગાવમાં 2.95 ઇંચ, પ્રાંતિજમાં 2.87 ઇંચ, ધનસુરામાં 2.83 ઇંચ, હાંસોટમાં 2.76 ઇંચ, માંગરોળમાં 2.72 ઇંચ, વાપીમાં 2.68 ઇંચ, ઉચ્છલમાં 2.64 ઇંચ વરસાદ વરસ્યો હતો.
સુરત જળબંબાકાર! મંદિરોથી લઈને અંડરપાસ સુધી સર્વત્ર પાણી જ પાણી | Surat Rains
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 7, 2026
ધોધમાર વરસાદ બાદ સુરત શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
#Surat #SuratRain #HeavyRain #Waterlogging #Kim #Kosad #SaharaDarwaja #SMC #GujaratRain #GujaratiNews
Surat Rain News,… pic.twitter.com/yCRpB08ldc
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગે આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને ભાવનગરમાં વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે.
અ
અંબાલાલ પટેલની શું છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર, રાજ્યમાં હજુ બે થી ત્રણ દિવસ વરસાદની માહોલ રહેશે. વડોદરા, મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જોરદાર વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રને વરસાદનો આ રાઉન્ડ આવરી લેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે.