Tue Jul 07 2026

Logo

વર્ક ફ્રોમ હોમમાં શું કરી શકાય? એનો જવાબ નુસરતે વિડિયો પોસ્ટ કરીને આપ્યો, યુઝર્સે દમદાર રીપ્લાય કર્યા

2026-07-07 21:57:29
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ 'ડ્રિ્મગર્લ' ફેઈમ નુસરત ભરુચ્ચા મુંબઈના વરસાદમાં મસ્ત એન્જોય કરી રહી છે. ફેન્સે તેના ફોટો પર દિલ ખોલીને કોમેન્ટ કરી હતી. પોતાની તાજેતરની પોસ્ટમાં, નુસરત ઘરે હોવા છતાં, જીમ સ્યૂટમાં જોવા મળી છે. તેણે માત્ર સુંદર ફોટા જ નહીં પરંતુ સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યેના કમિટમેન્ટને દર્શાવતા તીવ્ર કસરત કરતા વિડિયો પણ શેર કર્યા છે. પોસ્ટને "વર્ક ફ્રોમ હોમ" એવું કેપ્શન આપ્યું છે. નુસરત ભરુચ્ચા પાસે આ વર્ષમાં જ  અનેક ફિલ્મી પ્રોજેક્ટ્સ છે. તે ફિલ્મ 'બન ટિક્કી'માં જોવા મળવાની છે, જ્યાં તે દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાન સાથે સ્ક્રીન શેર કરશે.

શાનદાર ઘર જોવા મળ્યું
શબાના આઝમી પણ આ ફિલ્મમાં કોઈ મોટો રોલ પ્લે કરવા જઈ રહ્યા છે.તેની બીજી એક આગામી ફિલ્મ છે જેમાં તે મનોજ બાજપેયી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.એનો કસરસ કરતો વિડિયો જોઈને ફેન્સે કોમેન્ટ બોક્સમાં એકથી એક ચડિયાતી કોમેન્ટ પોસ્ટ કરી હતી. એક યુઝરે ફાયર ઈમોજી શૅર કરીને કોમેન્ટ કરી તો કોઈએ એના અવાજના વખાણ કરીને વાહ...વાહી કરી. એક ફેને તો એવું લખ્યું કે, મેમ તમે ખૂબ જ સુંદર છો, અન્ય એક યુઝરે લખ્યું કે, હંમેશાની જેમ કાયમ તે સુંદર છે. આ વિડિયોમાં નુસરતની બાલ્કની જોવા મળી રહી છે. આ બાલ્કનીમાં ઘણા ઈન્ડોર પ્લાન્ટ લગાવ્યા છે. ઘર પણ શાનદાર દેખાઈ રહ્યું છે. ઘરનું ઈન્ટિરિયર પણ દમદાર છે. મુંબઈના જુહુ વિસ્તારમાં તે રહે છે. બાલ્કનીમાંથી તે મુંબઈના વરસાદને એન્જોય કરી રહી છે. એ વિડિયોમાં તે પાણીમાં છબછબિયા કરી રહી છે. આ સિવાયના એક વિડિયોમાં તે પુશઅપ્સ કરી રહી છે. 

સિમ્પલ લૂક પણ કાતિલ ફીગર
નુસરત ભરુચ્ચાએ લાલ શોર્ટ્સ સાથે લાલ સ્નીકર્સ અને સફેદ સ્પોર્ટ્સ ટોપ પહેર્યું છે, જે તેના અદ્ભુત બોડીને વધારે ગ્લો સાથે દર્શાવે છે. તેનું ટોન્ડ બોડી સંપૂર્ણ રીતે મસ્ત શેપ અને કટ સાથે દેખાઈ રહ્યું છે. તે આ સાદા પોશાકમાં પણ ખૂબસૂરત લાગે છે. ફીટનેસ અને ડાયેટના મામલે નુસરતની ચર્ચા આજે પણ થાય ત્યારે ફેન્સ એની ખાસ નોંધ લે છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિવાય મોટાભાગની જગ્યાઓ પર વર્કફ્રોમ હોમ લખેલું જોવા મળે છે. એક્ટ્રેસે ઘરે રહીને પોતાનો ફીટનેસ ગોલ પૂરો કર્યો હતો. નુરસત આવનારા દિવસોમાં પોતાના એક અલગ ફિલ્મી અંદાજમાં જોવા મળી શકે છે. હાલમાં એના કેટલાક પ્રોજેક્ટ લાઈન પર છે.