Tue Jul 07 2026

Logo

ઈશા ગુપ્તાએ ઓફ-શોલ્ડર ગાઉનમાં બોલ્ડનેસની હદપાર કરી, ઝાળીવાળું ગાઉન જોઈ ફેન્સે ફીગરના વખાણ કર્યા

2026-07-07 22:39:16
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડમાં ઘણી એક્ટ્રેસ એવી છે જે ફિલ્મોને કારણે થતી ચર્ચા કરતા એના આઉટફિટને કારણે વધારે ચર્ચામાં રહે છે. એ પછી મલાઈકા અરોરા હોય, જાહ્નવી કપૂર હોય કે પછી ઈશા ગુપ્તા. ફેશનસેન્સ અને આઉટફિટના મામલે આ ત્રણેય એક્ટ્રેસ એકબીજાને ટક્કર મારે એમ છે. ઈશા ગુપ્તા ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં છે, આ વખતે તેણે જે આઉટફિટ પહેર્યા હતા એની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. આ ફોટોમાં તેણે બોલ્ડનેસની હદપાર કરી દીધી હતી. 

ફેન્સને પાગલ કર્યા
પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શૅર કરીને ઈશાએ ફેન્સને પાગલ કર્યા હતા, આ પછી દરેક સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના આઉટફીટની ચર્ચા થઈ રહી છે. આ ફોટોમાં ઈશાએ ઝાળીવાળુ ગાઉન પહેર્યુ છે જેમાં નીચેનો ભાગ પ્રોપરલી કવર થયેલો છે. પણ ટોપ પરથી ફેન્સની નજર હટતી નથી. આ એક લેવેન્ડર પિંક કલર્ડ સ્ટનિંગ શેરલેસ ગાઉન છે. જેના પર ફ્લોરલ અને ઈન્ટ્રીકેટ નેટવર્ક કરવામાં આવ્યું છે. એનો આ લૂક ક્લાસિક અને બોલ્ડ દેખાઈ રહ્યો છે. વિન્ટેજ વાઈબ્સ સાથે આ લૂક પર ફેન્સ દિલવાળા ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. આ એક બોડી હગિંગ ગાઉન છે. જેમાં દરેક પાર્ટ સાથે કટ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. બોટ નેકલાઈન્સ પેટન અને કોલરબોન એના અંદાજમાં વધારો કરે છે. 

ફિટિગ આઉટફિટમાં મસ્ત ફીગર
આ ગાઉન ખભા પાસેથી એકદમ ફીટ છે. બોડી ફિટિંગ ગાઉનમાં ઈશાનું ફીગર સંપૂર્ણ રીતે દેખાઈ રહ્યું છે. વિન્ટેજ લૂક સાથે અલગ વાઈબ્સ આપી રહી છે. સાઈડ લૂકમાં એના પર જ્યારે સનલાઈટ પડે છે ત્યારે અલગ અંદાજથી દીપી ઊઠે છે. આ લૂકમાં એની શાર્પ લો લાઈન અને સાઈડ કટ દેખાઈ રહી છે. અન્ય એક ફોટોમાં તે બારી પાસે મસ્ત પોઝ આપી રહી છે. કાયમ પોતાની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહેલી ઈશા ગુપ્તાનું પિંક કલરનું ગાઉન જ્વેલરી લૂક સાથે પૂર્ણ થયું છે. લૂકમાં કોઈ જ પ્રકારનું મિસમેચિંગ નથી. માત્ર ઈયરરિંગ પહેરીને તેણે ફોટો ક્લિક કરાવ્યો હતો. તેનો હોટ અને બોલ્ડ લુક કોઈપણ રીતે ઢંકાઈ ન જાય. તેણે આ લુક સાથે ફક્ત મેચિંગ ફૂલ આકારના ઈયરરિંગ્સ પહેર્યા હતા. 

શાનદાર ગાઉન
ઝાળીવાળા ગાઉન સાથે એનો આ લૂક બોલ્ડ સાથે બ્યૂટીફૂલ દેખાઈ રહ્યો છે. મેકઅપ ફક્ત ઓછો જ ન હોતો, પરંતુ તેનો મેકઅપ કે હેરસ્ટાઇલ તેના લુકને ઢાંકી શકી નહીં. સુંદર ગાઉનને વધુ શાનદાર બનાવવા માટે તેના ટૂંકા વાળને સ્પ્રેથી પાછળ સ્લાઇસ કરીને સ્ટાઇલ કર્યા, પરંતુ તેના મેકઅપને ઓછો રાખ્યો, કોહલ-લાઇનવાળી આંખો અને ઘેરા ભૂરા રંગની લિપસ્ટિક પસંદ કરી. સંજીદા શેખ અને શાલિની પાસાઈ જેવા સ્ટાર્સને આ લુક ખૂબ ગમ્યો, તો ચાહકોએ પણ એટલી જ ઝડપથી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. એક યુઝરે લખ્યું, "સુંદર દેખાવા માટે ખરેખર  ઘરેણાંની જરૂર નથી." બીજાએ ટિપ્પણી કરી, "તમે આ બોલ્ડ લુકથી અસંખ્ય દિલને ફરી ધબકતા કરી દીધા છે." આવું પહેલીવાર નથી, આ પહેલા ઈશા પોતાના એક ખાસ ફોટોશૂટમાં સેમી ન્યૂડ પોઝ પણ આપી ચૂકી છે.