અનેક વખત બજારમાંથી ખરીદી કરતી વખતે આપણે ઉતાવળમાં સામેવાળી વ્યક્તિ પાસેથી મળેલા છુટ્ટા રૂપિયા કે નોટની ખરાઈ કરતા નથી. પરંતુ આ નાનકડી ભૂલ તમને મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બજારમાં મોટા પ્રમાણમાં 200 રૂપિયાની બનાવટી નોટ ફરી રહી છે. જો તમે પણ આ નકલી નોટનો શિકાર બનવાથી બચવા માંગતા હોવ, તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જણાવવામાં આવેલી 200 રૂપિયાની અસલી નોટ ઓળખવાની આ સાત બાબતો વિશે વિસ્તારથી જરૂર જાણી લો.
તમારી પાસે રહેલી 200 રૂપિયાની નોટ અસલી છે કે નકલી આ રીતે તપાસો-
- ટ્રાન્સપરન્ટ વિન્ડો: નોટની ડાબી બાજુ નીચેના ભાગમાં એક પારદર્શક ભાગ હોય છે, જેમાં '200' લખેલું હોય છે. પ્રકાશની સામે રાખતા તે સ્પષ્ટ દેખાય છે.
- હિન્દી અંક: નોટ પર 200 રૂપિયાની રકમ દેવનાગરી લિપિમાં પણ લખેલી હોય છે.
- ગાંધીજીનું ફોટો: નોટના આગળના ભાગમાં બરાબર વચ્ચે મહાત્મા ગાંધીજીનો ફોટો છે.
- ગવર્નરની સહી અને લોગો: નોટની જમણી બાજુએ આરબીઆઈ ગવર્નરની સહી, ગેરંટી ક્લોઝ અને રિઝર્વ બેંકનો લોગો જોવા મળે છે.
- નંબર પેનલ (ડાબી બાજુ): નોટની ડાબી બાજુ ઉપરના ભાગે નંબર પેનલ હોય છે, જેમાં અંકો નાનાથી મોટા આકારમાં છપાયેલા હોય છે.
- નંબર પેનલ (જમણી બાજુ): તેવી જ રીતે નોટની જમણી બાજુ નીચેના ભાગે પણ ક્રમશઃ મોટા થતા નંબર પેનલ જોવા મળે છે.
- અશોક સ્તંભ: નોટમાં નીચેની તરફ જમણી બાજુએ આપણું રાષ્ટ્રીય પ્રતીક 'અશોક સ્તંભ' ખૂબ જ ઝીણવટપૂર્વક બનાવેલું છે.
સાવચેત રહો, સુરક્ષિત રહો:
આરબીઆઈના જણાવ્યા અનુસાર જો તમને કોઈ પણ નોટ પર શંકા જાય, તો તરત જ આ ૭ મુદ્દાઓ તપાસી લેવા જોઈએ. આ સરળ ટિપ્સ તમને નકલી નોટના કારણે થતી છેતરપિંડીથી બચાવશે. હવે જ્યારે પણ તમારા હાથમાં 200 રૂપિયાની નોટ આવે, ત્યારે અહીં જણાવવામાં આવેલી ડિટેઈલ્સ જોવાનું ચૂકશો નહીં!
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે ચોક્કસથી શેર કરજો, જેથી તેઓ પણ છેતરપિંડીથી બચી શકે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.