સ્વિટ્ઝર્લૅન્ડ: દેશમાં પીએમ મોદીની ઇંધણ બચાવવાની અપીલ વચ્ચે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું છે કે જો મિડલ ઇસ્ટમાં તણાવ નહી ઘટે અને ક્રુડ ઓઈલ મોંધુ રહેશે તો દેશમાં ઇંધણના ભાવમાં વધારો અનિવાર્ય છે. મિડલ ઇસ્ટ સંઘર્ષ દેશની ઉર્જા બચત પર દબાણ વધારી રહ્યો છે. આ ઉપરાંત ફુગાવો પણ વધી રહ્યો છે.
સરકાર ભાવ વધારો કરશે તેવી સંભાવના
મીડિયા અહેવાલ મુજબ સ્વિટ્ઝર્લૅન્ડમાં સ્વિસ નેશનલ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આયોજિત એક કોન્ફરન્સમાં બોલતા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, જો આ લાંબા સમય સુધી આ સ્થિતી ચાલુ રહેશે તો સરકાર ભાવ વધારો કરશે તેવી સંભાવના છે.
PM મોદીનો મોટો નિર્ણય: સુરક્ષા કાફલામાં કર્યો ઘટાડો | PMModi | SecurityConvoy #pmmodi #narendramodi #security #convoy #modistyle #simplicity #nationalsecurity #debate #socialmediaviral #spg #indianews #modiji #ResourceSaving pic.twitter.com/9FQeJceCYQ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 13, 2026
ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો જમાવ્યો
મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકાના યુદ્ધ બાદ ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો જમાવ્યો છે. જેના લીધે આ જળમાર્ગથી આવતો ક્રૂડ ઓઇલ અને એલપીજીનો જથ્થો અટવાયો છે. તેમજ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે અને એલપીજીની અછત સર્જાઈ છે. જેની અસર હવે ભારતમાં પણ વર્તવા લાગી છે.
એક્સાઇઝ ડ્યુટી પહેલાથી જ ઘટાડી દેવામાં આવી
આ ઉપરાંત આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે એક્સાઇઝ ડ્યુટી પહેલાથી જ ઘટાડી દેવામાં આવી છે. જ્યારે ઓઇલ કંપનીઓ ક્રૂડ ઓઇલના ઉંચા ભાવ સહન કરીને ગ્રાહકોને ઓછા ભાવે ઇંધણ આપી રહી છે. જોકે,આ સ્થિતી લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઓઇલ કંપનીઓ માટે ભાવવધારો અનિવાર્ય બનશે.