Thu Jun 18 2026

Logo

એપ્લિકેશનમાં સફળ રહ્યા બાદ હવે આવી રહ્યું છે WHATS APP વિજેટ, લોક ખોલ્યા વગર થશે કામ

California   2026-06-18 22:21:04
Author: mumbai samachar team
Article Image

કેલિફોર્નિયાઃ મોબાઈલમાં એપ્લિકેશનથી અનેક એવા કામ સરળ બની રહ્યા છે. હવે ફોનમાં પણ કામ સરળ થઈ જાય એવી સુવિધાથી મોટી રાહત થઈ રહી છે. આવા ફીચર ત્યારે કામ આવે છે જ્યારે કોઈ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ ડ્રાઈવિંગ કરવાનો વખત હોય. એપ્લિકેશન સિવાયના શોર્ટકટથી સ્ક્રિન પર જ કામ કરીને ઑપરેશન કરી આપતા ફીચરને ટેક્નિકલ ભાષામાં વિજેટ કહેવામાં આવે છે, જુદા જુદા સ્માર્ટફોનમાં જુદા જુદા વિજેટ હોય છે. આ વિજેટની ખાસ વાત એ છે કે, તેને સરળતાથી કસ્ટમાઈઝ કરી શકાય છે. સ્ક્રિન લોક હોય તો પણ એને ઓપરેટ કરી શકાય છે. આ વિજેટ ફિચરમાં હવે વધુ એક વિજેટની એન્ટ્રી થવા જઈ રહી છે. આ વિજેટનું નામ છે વોટ્સએપ. જે એપ્લિકેશન રૂપે આવતી એને હવે વિજેટ રૂપે પણ એક્સેસ કરી શકાશે. 

આનાથી શું ફાયદો થાય?
કોઈને વોઇસ નોટ કે ઓડિયો મેસેજ મોકલવા માટે વારંવાર વોટ્સએપ એપ ખોલવાની જરૂર નહીં પડે, ખાસ કરીને જ્યારે સ્ક્રિન લોક હશે અને નોટિફિકેશન આવશે તો ત્યાંથી જ રીપ્લાય મળી જશે. કંપની એક વિજેટ વિકસાવી રહી છે જે ફોનની સ્ક્રીન નવી હોમ સ્ક્રીન જેવી દેખાશે, વોઇસ મેસેજ માટે સીધો શોર્ટકટ બટન આપશે. આનાથી ફાયદો એ થશે કે, જ્યારે ઈમરજન્સીમાં કોઈ રીપ્લાય કરવાનો થયો તો મોટો ફાયદો થશે. નવા વિજેટના આગમનથી વારંવાર મોબાઈલની એપ્સ એક્સેસ કરવાની બધી ઝંઝટ દૂર થઈ જશે. હોમ સ્ક્રીન પર વિજેટને ટેપ કરીને ફક્ત વૉઇસ નોટ રેકોર્ડ કરવાનું શરૂ કરી શકશો, એકવાર ઑડિયો તૈયાર થઈ જાય, પછી જે તે કોન્ટેટને ડાયરેક્ટ મોકલી શકાશે.

ફીચર હજુ બની રહ્યું છે.
આ નવી સુવિધા હાલમાં ડેવલપમેન્ટના તબક્કામાં છે અને હજુ સુધી સામાન્ય બીટા ટેસ્ટર્સ માટે મૂકવામાં પણ આવી નથ.તેનો કોડ સ્પષ્ટપણે દર્શાવે છે કે, WhatsApp તેની વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી વૉઇસ નોટ સુવિધાને નોંધપાત્ર રીતે સરળ બનાવવાનો ઇરાદો ધરાવે છે.હાલ માત્ર સરળતા વોઈસનોટ પૂરતી જ મર્યાદિત કરવામાં આવી છે. અહીંયા ટેક્સ માટેની સુવિધા મળે એવું બિલકુલ લાગતું નથી. કારણ કે આ ક્વિક એક્સેસ ફોર્મેટ છે. હાલમાં, જો કોઈ મિત્ર અથવા પરિવારના સભ્યને વૉઇસ સંદેશ મોકલવા માંગતા હો, તો પહેલા WhatsApp એપ્લિકેશન ખોલવી પડશે, તે વ્યક્તિની ચેટ શોધવી પડશે, અને પછી જ રેકોર્ડિંગ શરૂ કરવા માટે માઇક્રોફોન બટન દબાવો. એમાં હવે એઆઈનો ઉમેરો થતા માત્ર વોઈસ અને આસિસ્ટ સિસ્ટમથી જ લોક ફોનથી કામ પતી જશે એ નક્કી છે.