Thu Jun 18 2026

Logo

વૈભવના ધમાકા પછી હવે બિહારની બેટીની રેકૉર્ડ-બ્રેક બૅટિંગ

2026-06-18 21:40:28
Author: Ajay Motiwala
Article Image

પટનાઃ ક્રિકેટ જગતમાં થોડા મહિનાઓથી બિહારનો 15 વર્ષનો વિસ્ફોટક ટીનેજ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી ખૂબ ચર્ચામાં છે ત્યાં હવે બિહારની જ એક બેટીએ તોફાની બૅટિંગથી ધૂમ મચાવી દીધી છે. અન્ડર-19 મહિલા ટૂર્નામેન્ટમાં અક્ષરા ગુપ્તા નામની ટીનેજરે ધમાકેદાર ટ્રિપલ સેન્ચુરી ફટકારીને ક્રિકેટ પંડિતોને વિચારતા કરી દીધા છે.

રક્સૌલની રહેવાસી અક્ષરાએ ગુરુવારે બિહાર ક્રિકેટ અસોસિયેશન દ્વારા આયોજિત વિમેન્સ અન્ડર-19 વન-ડે ટ્રોફીના પહેલા જ દિવસે એવી ફટકાબાજી કરી કે જાણે તે સૌને એવો સંકેત આપી રહી છે કે હવે તે થોડા જ સમયમાં મહિલા ક્રિકેટના વિશાળ ફલક પર આવવાની તૈયારીમાં જ છે.

ભાગલપુર (Bhagalpur)ના સૈંડિસ કમ્પાઉન્ડ મેદાન પર ગુરુવારે રમાયેલી મૅચમાં અક્ષરા (Akshara)એ હરીફ ટીમની બોલર્સની બોલિંગને ચીંથરેહાલ કરી હતી. અક્ષરાએ 126 બૉલમાં આઠ ગગનચુંબી છગ્ગા અને પંચાવન ચોગ્ગાની મદદથી 306 રન ખડકી દીધા હતા અને આઉટ નહોતી થઈ. 242.86 તેનો સ્ટ્રાઇક-રેટ હતો. તેણે 16 બૉલમાં હાફ સેન્ચુરી અને 34 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી.

મહિલાઓની ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની ઇરા ગુપ્તા (346 અણનમ) પછી અક્ષરાની આ ઇનિંગ્સ બીજા નંબરે છે. ટેસ્ટમાં ઠીક છે, પણ વન-ડે ફૉર્મેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારવી એ બહુ મોટી વાત કહેવાય.