મુંબઈઃ બ્યૂટી વીથ બ્રેઈન ગણાતી અને ફીટનેસ આઈકોન સમાન એક્ટ્રેસ અદા શર્મા શ્રેયસ જાધવની મરાઠી ફિલ્મમાં જોવા મળશે. આ નવી ફિલ્મથી તે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મનું નામ 'ગજરા'છે અને ફર્સ્ટ લૂકમાં એનો લોહીવાળો ચહેરો જોઈ શકાય છે. 'ધ કરેળ સ્ટોરી' બાદ એની આ બીજી મોટા બજેટની ફિલ્મ છે. 'બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી'માં પણ તેણે દમદાર અભિનય કર્યો હતો.એ વાત તો નક્કી છે કે, નવી મરાઠી ફિલ્મમાં તેનો એક અલગ અવતાર જોવા મળવાનો છે.
સોશિયલ મીડિયા પર શૅર
તાજેતરમાં મેકર્સે જ સોશિયલ મીડિયા પર 'ગજરા'ફિલ્મનું પોસ્ટર શૅર કરીને એલાન કરી દીધું છે.આ ફિલ્મમાં અદાનો એક નવો અવતાર જોવા મળશે. પોસ્ટરમાં સરળતાથી જોઈ શકાય છે કે, અદા એક મરાઠી લૂકમાં દેખાઈ રહી છે. આકર્ષક મરાઠી લુકમાં માથા પર ગજરો પણ લગાવેલો છે.લોકો હવે અદાનો નવો અવતાર જોવા માટે આતુર છે. ટૂંક જ સમયમાં આ ફિલ્મનું ટિઝર અને ટ્રેલર સામે આવશે. અદાના ચાહકો નવા લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા શું છે એ અંગે હજું મોટું સસ્પેન્સ ખુલવાનું બાકી છે.

શ્રેયસ જાધવની મહત્ત્વની વાત
ફિલ્મના નિર્માતા શ્રેયસ જાધવે પ્રોજેક્ટ વિશે વાત કરતા ખુશી વ્યક્ત કરી છે. આ ફિલ્મને લઈને તેઓ ખૂબ જ એક્ઝાઈટેડ છે. એક ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રીનું નામ લેવામાં આવે તો એમાંથી એકઅદા શર્મા છે. તે આ પાત્ર મરાઠી પાત્ર માટે બિલકુલ યોગ્ય છે.ખૂબ જ અનોખી આ ફિલ્મની વાર્તા છે. તે મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને લાગણીઓ સાથે જોડાયેલી છે.ફિલ્મ ટિઝર સામે આવ્યા બાદ ફિલ્મમાં શું છે એનો અંદાજો લગાવી શકાશે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ
રિપોર્ટમાંથી જાણવા મળેલી વિગત અનુસાર, અદા શર્માની આ ડેબ્યૂ મરાઠી ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્રમાં જ અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવશે. હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડાયલોગ નક્કી થઈ ચૂક્યા છે. પાત્રો પણ તૈયાર થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં આખું યુનિટ આ અંગે કામ શરૂ કરશે. સમગ્ર પ્રોજેક્ટ ઓન ફ્લોર થતા થોડો સમય લાગશે. એ પછી યુનિટ મહારાષ્ટ્રના કોઈ સ્થળે શુટિંગ શરૂ કરશે. આ ફિલ્મને આ જ વર્ષે રિલીઝ કરી દેવામાં આવે એવી ગણતરી હાલ મેકર્સ કરી રહ્યા છે. પણ શુટિંગ શેડ્યુલમાં વિલંબ થયો તો ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરમાં આવી શકે છે.અદાના નવા અવતારને જોવાની મજા તો પડશે પણ મરાઠી ડાયલોગ્સ માટે એની મહેનત કેવી છે એ સ્ક્રિન પર આવ્યા બાદ ખ્યાલ આવશે.