મુંબઈઃ ફિલ્મ 'ધુરંધર' જ્યારે રીલિઝ થઈ એ સમયે અક્ષય ખન્નાનો શેર એ બલુચનો અંદાજ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થયો હતો. કેટલાક ફેન હજું એ અંદાજને ભૂલ્યા નથી. ફ્લિપરાચીના એ બહેતરીન સોંગ ફસલાએ સિને રસીકો પર જાદુ કર્યો હતો. એ ડાન્સના સ્ટેપ પર લોકોએ રીલ્સ બનાવીને વાયરલ કરી હતી.
ફિલ્મ 'ધુરંધર ધ રીવેન્જ' રીલિઝ થઈ ચૂકી છે. ફિલ્મના અનેક સીન પર લોકોએ ચિચિયારી બોલાવી છે પણ આ વખતે પણ આદિત્ય ધારે જે રીતે ફિલ્મના બેગ્રાઉન્ડમાં જૂના ગીતનો મસ્ત રીતે ઉપયોગ કર્યો છે એ ખૂબજ આઈકોનિક છે અને જે તે સ્થિતિ પર બંધ બેસે છે.
રણવીરસિંહની મસ્ત એન્ટ્રી
રહેમાન ડકૈતનું પાત્ર હવે પૂર્ણ થઈ ચૂક્યું છે પણ જે રીતે રણવીરસિંહને લઈને એ સિન ફરીથી ક્રિએટ થયો એમાં ફેન રણવીરની પણ વાહવાહી કરી રહ્યા છે. હમઝા અલી મઝારી હવે શેર એ બલુચ બનીને રાજ કરી રહ્યો છે. ફેન્સમાં સૌથી વધારે ચર્ચા આ વખતે હમઝાની એન્ટ્રીની થઈ રહી છે. આ વખતે મ્યુઝિક અને હમઝાના તેવર બન્ને અલગ છે, જ્યારે બ્લેક કલરના ડ્રેસમાં રણવીરસિંહની એ જ સિનને લઈને એન્ટ્રી થાય છે ત્યારે ફસલાના બદલે 34 વર્ષ જૂનુ અરબી ટ્રેક પ્લે થાય છે. કેમ્પમાં જ્યારે હમઝાની એન્ટ્રી થાય છે ત્યારે આ ગીત પ્લે થાય છે.
કોણ છે આ ગીતના સર્જક
દીદી ગીત ખાલેદ નામના કલાકારે તૈયાર કર્યું છે. જેના લિરિક્સ અરબી છે. અલ્જીરિયાના જાણીતા ગાયક ખાલીદ હજદ ઈબ્રાહિમે એ સમયે પણ દુનિયાભરમાં જોરદાર ખ્યાતિ મેળવી હતી. તેઓ રાઈ મ્યુઝિક માટે જાણીતા છે. એમનું આ દીદી ગીત વર્ષ 1992માં રીલિઝ થયું હતું. જેમાં એક અતૂટ સંબંધની વાત કરવામાં આવી છે.
34 વર્ષ પછી આ ગીત 'ધુરંધર2'માં સાંભળવા મળ્યું છે. તેથી આ ગીત ફરી ચર્ચામાં છે. દીદીનો ગીતના સંદર્ભમાં અર્થ 'લઈ જાવ' એવો થાય છે. આ ગીત પણ જે તે સમયનું સુપરડુપર હિટ હતું.વર્ષ 2010માં જ્યારે ફિફા વર્લ્ડકપ યોજાયો એ સમયે પણ ખૂબ ફેમશ થયું હતું. ઈન્ડિયન સિનેમા માટે આ ધૂન નવી નથી.
અગાઉ પણ હિન્દી ફિલ્મોમાં આવેલું
વર્ષ 2000માં આવેલી ગોવિંદાની ફિલ્મ 'હદ કરદી આપને'માં પણ એક સીનમાં આ ગીત પ્લે થઈ રહ્યું છે. એ પહેલા વર્ષ 1994માં આવેલી ફિલ્મ 'બ્રહ્મા'માં આ ગીત પ્લે થયું હતું. જોકે, હિન્દી જ નહીં મલયાલમ ફિલ્મ 'હાઈ-વે'માં પણ આ ધૂન પ્લે થાય છે. વર્ષ 2016માં આવેલી ફિલ્મ 'એરલિફ્ટ'માં 'દિલ ચીજ તુજે દે દી' આ જ અરબી ટ્રેકનુ રીક્રિએશન હતું.
ફિલ્મની વાત કરીએ તો રહેમાન ડકૈત બાદ લૈયારીમાં શું થયું એ મુખ્ય છે. હમઝા લૈયારીનો નવો સુલ્તાન છે પણ મેજર ઈક્બાલ અને અન્ય કેટલાક સાથીઓને એ ખ્યાલ આવી જાય છે કે, હમઝા એક એજન્ટ છે.