મૈસુરઃ પોતાના પર્ફોમન્સને કારણે સતત ચર્ચામાં રહેતો રણવીર સિંહ કોર્ટના આદેશ પર ચામુંડેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો. 'કંતારા' ફિલ્મના પાત્રને લઈને મજાક કરવી ભારે પડી હતી અને કોર્ટ કેસનો સામનો કરવો પડ્યો હતો. કોર્ટના આદેશનું પાલન કરતા તે ચામુંડેશ્વરી માતાજીના દર્શન કરવા માટે મૈસુર પહોંચ્યો હતો. એક મુશ્કેલીમાંથી રાહત મળ્યા બાદ એના માથે હવે બીજી મુશ્કેલી આવી પડી છે. એન્ડ ટાઈમ પર 'ડોન-3' ફિલ્મ છોડી દેતા ડાયરેક્ટર ફરહાન અખતર અને રણવીર સિંહ વચ્ચે તણખા ઝરી ગયા છે. બન્ને વચ્ચેના મતભેદ એટલા વકર્યા કે મામલો ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પોલય સુધી પહોંચી ગયો. ફરહાને રણવીર સિંહની સામે કેસ કરવામાં આવ્યો છે.
કેસ કરી દીધો
FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પોલઈ)માં ફરહાન અખ્તરે ફરી કેસ કરી દીધો છે. આ કારણે ફરીવાર એની મુશ્કેલીમાં વધારો થયો છે. કર્ણાટક હાઈકોર્ટે રણવીરસિંહને 'કંતારા' ફિલ્મના મિમિક્રી કેસમાં વગર કોઈ શરતે માફી માગવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશનું પાલન કરીને અભિનેતાએ મંદિરમાં ખાસ પૂજા કરીને દર્શન કર્યા હતા. વ્હાઈટ કલરની ધોતી અને કોટીના ડ્રેસમાં તેમણે માતાજીની પૂજા કરી હતી. 26 મેના રોજ તે મૈસુરથી થોડે દૂર આવેલા આ ચામુંડેશ્વરી મંદિરે પૂજા કરવા માટે પહોંચ્યો હતો. મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચ્યો ત્યાં સુધી તેમણે પોતાનું માસ્ક પહેરી રાખ્યું હતું. મંદિરમાં પહોંચ્યા બાદ તેમણે માતાજી સમક્ષ શિશ નમાવીને દર્શન કર્યા હતા. આ ઉપરાંત હાઈ કોર્ટના આદેશ અનુસાર તેમણે કોઈ શરત વગર માફી પણ માગી લીધી હતી.

'ડોન-3'ને લઈને વિવાદ
FWICEએ એક્શન લેતા રણવીરસિંહ પર ફિલ્મને લઈને પ્રતિબંધ મૂકી દીધો છે. 'ડોન-3' ફિલ્મને લઈને થયેલા વિવાદ પર FWICEએ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, રણવીરસિંહ સામે નોન કૉપરેશનનો આરોપ લાગ્યો છે. ફરહાન અખ્તર રણવીર સિંહ સામે ફરિયાદ લઈને એપ્રિલ મહિનામાં FWICE પાસે ગયો હતો. સોમવારે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં મુખ્ય સલાહકાર તથા અધ્યક્ષ અશોક પંડિતે સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરીને રણવીરસિંહ સામે અસહયોગ કર્યાનો આરોપ મૂક્યો હતો. આ કેસ 11 એપ્રિલનો છે જ્યારે ફરહાને આ અંગે ફરિયાદ કરી હતી. રણવીર સિંહે 'ડોન-3'ફિલ્મનું શુટિંગ શરૂ થાય એના ત્રણ અઠવાડિયા પહેલા જ ફિલ્મ છોડી દીધી હતી. એ પછી ફરહાને ફરિયાદ નોંધી હતી.
સુપરસ્ટાર સિસ્ટમથી મોટો નથી
આ સમગ્ર મામલે ફેડરેશને કહ્યું હતું કે, કોઈ પણ સુપરસ્ટાર સિસ્ટમથી મોટો નથી હોતો. 'ડોન-3' ફિલ્મને લઈને શૂટિંગ સંબંધિત તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. યુનિટ શુટિંગ માટે રવાના થવાનું હતું એવા સમયે રણવીર સિંહ અચાનક એક્ઝિટ કરી લીધી હતી. ફરહાન અને ફિલ્મનિર્માતા રીતેશ સિંધવાનીએ કહ્યું હતું કે ફિલ્મના પ્રી પ્રોડક્શનમાં આશરે 45 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે. આટલા મોટા પ્રોજેક્ટની ફિલ્મમાંથી અચાનક એક્ટરનું ખસી જવું નિર્માતાઓ માટે આર્થિક નુકસાન છે. ફિલ્મના શેડ્યૂલ પણ પ્રભાવિત થઈ શકે છે. અશોક પંડિતે કહ્યું કે, આ ફરિયાદ મળતા જ ફરહાન અને રિતેશને મળવા માટે બોલાવાય હતા. 2 કલાક સુધી એમનો કિસ્સો સાંભળ્યો.

ત્રીજી વાર નોટિસ ફટકારી
ફેડરેશને રણવીરસિંહને 10 દિવસમાં રીમાન્ડર મોકલ્યા હતા. પંડિતે ઉમેર્યું કે, અમે નિયમ પ્રમાણે ત્રણવાર નોટીસ મોકલી હતી પણ એમના તરફથી કોઈ પ્રકારનો જવાબ નથી આવ્યો. આ પત્રકાર પરિષદ બાદ એમને એક ઈમેઈલ પણ કરવામાં આવ્યો, જેમાં તેઓ મુલાકાત કરે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ કેસને ઉકેલવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ. એ પછી રણવીર સિંહનો પત્ર મળ્યો હતો અને તે મળવા માગતો હતો. આ પત્રને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. હાલમાં તો જે સિસ્ટમ છે કે, જ્યારે કોઈ ફિલ્મ બને છે ત્યારે હજારોની સંખ્યામાં લોકોને કામ અને પૈસા મળે છે. આ માટે જ સંસ્થા છે. કોઈ પ્રોડ્યુસર સાથે પણ જો અન્યાય થાય તો સંસ્થા એની સાથે રહે છે. પણ કોઈ પણ સુપરસ્ટાર ફેડરેશનની સિસ્ટમથી મોટો ન હોઈ શકે.આજે પણ રણવીરસિંહ પર શુટિંગ મામલે પ્રતિબંધ યથાવત છે.