Fri Apr 17 2026

Logo

ભારતમાં દેખાયો રમઝાનનો ચાંદ, મુસ્લિમ બિરાદરો માટે રમઝાનનો પવિત્ર મહિનો શરૂ...

2026-02-18 21:04:30
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ભારતમાં બુધવારે રમઝાનનો ચાંદ દેખાયો છે. આની સાથે જ દેશમાં મુસ્લિમ  બિરાદરો માટે  રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થયો છે. ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, રમઝાન દરમિયાન રોજા (ઉપવાસ) કરીને અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે. આ પવિત્ર મહિના દરમિયાન મુસ્લિમો દ્વારા રોજા  રાખવામાં આવે છે. 

રમઝાન ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર મહિનો

રમઝાન ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર મહિનો છે. આ મહિનામાં મુસ્લિમ ભાઈ-બહેનો રોજા (ઉપવાસ) રાખે છે અને અલ્લાહની ઇબાદત  કરે છે.
રમઝાન દરમિયાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રોજા રાખવામાં આવે છે.  ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે. આ પવિત્ર મહિનો ચંદ્ર દેખાયા પછી શરૂ થાય છે. રમઝાન ક્યારેક 29 દિવસ અથવા 30 દિવસ સુધી ચાલે છે. 

રમઝાન દરમિયાન જકાતનું પણ વિશેષ મહત્વ

રમઝાન દરમિયાન  મુસ્લિમો  રોજા રાખે છે. તરાવીહની નમાઝ અદા કરે છે અને પવિત્ર કુરાનનો પાઠ કરે છે. રમઝાન દરમિયાન જકાતનું પણ વિશેષ મહત્વ છે. જકાતનો અર્થ ગરીબો અને જરૂરિયાતમંદોમાં પોતાની કમાણીનો એક ભાગ વહેંચવો છે. જકાતને ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક માનવામાં આવે છે. ઉપવાસ, નમાઝ અને કુરાનનો પાઠ કરવાની સાથે રમઝાન દરમિયાન જકાત અને ફિતરા ચૂકવવાનું પણ વિશેષ મહત્વ છે.મુસ્લિમો માટે સૌથી મહત્વપૂર્ણ તહેવાર ઈદ રમઝાનના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે.

રોજાના નિયમ 

ઇસ્લામમાં જણાવ્યા મુજબ  રોજા દરમિયાન  અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે. રોજામાં આખો દિવસ ખોરાક અને પાણીનો ત્યાગ કરે છે. તેમજ રોજા રાખનારાઓએ અન્ય ઘણા પરિબળોનું પણ ધ્યાન રાખવું પડે છે.