Wed Jul 08 2026

Logo

રામમંદિરના નામે હવે નકલી રસીદનો ખુલાસો, પોલીસે તપાસ તેજ કરી

2026-07-08 17:10:16
Author: Chandrakant Kanoja
Article Image

અયોધ્યા: અયોધ્યામાં રામમંદિર દાન ચોરી કેસની તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં  પોલીસે અનેક વસ્તુઓની તપાસ શરૂ કરી છે. જેમાં હવે રામમંદિરના નામે નકલી રસીદનો કિસ્સો  પ્રકાશમાં આવ્યો છે. 

આરોપીઓએ નાણાં  પડાવવા માટે નકલી રસીદોનો ઉપયોગ કર્યો

રામ મંદિર દાન ચોરી કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં રામ મંદિરના નામે નકલી રસીદો જાહેર  કરવાનો એક કેસ પણ ખુલ્યો છે. જેમાં આરોપીઓએ દાતાઓ પાસેથી નાણાં  પડાવવા માટે નકલી રસીદોનો ઉપયોગ કર્યો હતો. 

આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ આપેલી માહિતીના આધારે રામ મંદિરના નામે બનાવેલી એક જૂની નકલી દાન રસીદ બુક મળી આવી છે. આ તપાસ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ માત્ર દાનના નાણાં જ ચોરી  નહોતા કરતાં  પરંતુ દાતાઓ પાસેથી ભંડોળ પડાવવા માટે વારંવાર રસીદો પણ આપતા હતા.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની  જૂની રસીદ બુક  મળી આવી

પોલીસને આરોપીઓના કબજામાંથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની એક જૂની રસીદ બુક પણ મળી આવી હતી. સૂત્રો જણાવે છે કે જ્યારે પણ કોઈ મંદિરમાં દાન આપવાની ઇચ્છા વ્યક્ત કરતું ત્યારે આરોપીઓ ટીનુ યાદવ, લવ કુશ, કરુણેશ, અનુકલ્પ અને  શંકા ટાળવા માટે આ રસીદો સ્વીકૃતિ તરીકે આપતા હતા. પોલીસ હવે આ રસીદોની ચકાસણી કરી રહી છે.