મુંબઈઃ સૌરવ ગાંગુલીના જીવન પર તૈયાર થનારી ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ ફિલ્મનું કાસ્ટિંગ ફાઈનલ થઈ ગયું છે અને હવે શુટિંગના શ્રીગણેશ થવાના છે. દાદાઃ ધ સૌરવ ગાંગુલી ફિલ્મમાં લીડ રોલ તરીકે રાજકુમાર રાવને ફાઈનલ કરાયો છે, જ્યારે આ ફિલ્મ વિક્રમાદિત્ય મોટવાણીના ડાયરેક્શનમાં બની રહી છે. રાજકુમારે આ ફિલ્મના શુટિંગની લઈ તૈયારીઓ કરી લીધી છે. સૂત્રોમાંથી વિગત એવીપણ મળી છે કે, ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ચૂક્યું છે.
લૂક બદલતા ચોખવટ કરી
ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકતા રાજકુમાર રાવે કેપ્શનમાં લખ્યું હતું કે, એક ઔર શુરૂ હો ગયા....એક ઔર એકમાત્ર દાદા સૌરવ ગાંગુલી, વિક્રમાદિત્ય મોટવાની, લવ રંજન અને અંકુર ગર્ગ. ગત ફ્રેબ્રુઆરી મહિનામાં જ્યારે રાજકુમાર રાવનો નવો લૂક સામે આવ્યો ત્યારે ફેન્સે સવાલ કર્યો હતો. વધી ગયેલા વજન અને હેરસ્ટાઈલને કારણે તે સાવ અલગ દેખાઈ રહ્યો હતો. લોકોએ જ્યારે એમની તબિયત અંગે પૂછ્યું ત્યારે તેને ચોખવટ કરવી પડી કે, મારી તબિયત બિલકુલ સારી છે. હું મારી આગામી ફિલ્મની તૈયારીઓ કરી રહ્યો છું. ગાંગુલીની બાયોપિકના કારણે તેમણે આ લૂક કર્યો હતો.
9થી 10 કિલો વજન વધારી દીધુ
રાજકુમાર રાવની પર્સનાલિટી સ્લીમ એન્ડ ટ્રીમ એક્ટરની રહી છે. આ ફિલ્મ માટે તેમણે 9થી 10 કિલો વજન વધાર્યું હતું. આ અંગે તેમણે કહ્યું કે, અનેક પ્રકારની મીઠાઈઓ ખાધી, પિત્ઝા ખાધા, આલુ પરોઠા અને બિરિયાન ખાધી છે. પાત્રમાં ઢળવા માટે કોઈ ગ્લેમરસ લૂકનો સહારો લીધો નથી. આશા છે કે, તમે સૌ આગામી સમયમાં રીલિઝ થનારી આ ફિલ્મને નિહાળશો. તમને મારી મહેનત જોવા મળશે. કેરેક્ટરમાં ઢળી જવાનો સમય છે અને વજન થોડું ઓછું કરવાનું ને ગાંગુલીના પાત્રમાં ઢળી જવાનું. આ પહેલા એમ.એસ. ધોની નામની ફિલ્મ મહેન્દ્રસિંહ ધોની પર બની હતી.

ક્રિકેટ પર જ બની ઘણી ફિલ્મ
એ પછી કપીલ દેવની વર્લ્ડકપ યાત્રા ઉપર પણ ફિલ્મ બની હતી, જેમાં રણવીરસિંહે લીડ રોલ પ્લે કર્યો હતો. વર્ષ 2016માં આવેલી ફિલ્મ એમ.એસ. ધોની ફિલ્મને સારી એવી પ્રશંસા મળી હતી. ફિલ્મના ગીત અને ડાયલોગ્સ પણ હિટ ગયા હતા. આ ફિલ્મમાં સુશાંતસિંહ રાજપુતે લીડ રોલ પ્લે કર્યો હતો. જોકે, સલમાન ખાન અને નયનતારાની પણ ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મથી સલમાન ખાન સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. જોકે, આ ફિલ્મ અંગે બીજી કેટલીક વિગત સામે આવી નથી.