ચેન્નઈઃ સાઉથની ફિલ્મના સુપરસ્ટાર રજનીકાંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ સ્પીચ તેમણે શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસના દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં આપી હોવાનું જાણવા મળ્યું છે. રજનીકાંત પોતાના સેન્સ ઓફ હ્યુમરને કારણે ઘણીવાર ચર્ચામાં રહ્યા છે. જાહેર ભાષણમાં પોતાના જ લૂકના અનેકવાર મજાક ઉડાવીને ફેન્સને હસાવતા રહ્યા છે. સોશિયલ મીડિયા પર રજનીકાંતની એક સ્પીચ વાયરલ થઈ રહી છે. આ સ્પીચે લોકોનું દિલ જીતી લીધું હતું અને એવું પણ કહ્યું હતું કે એ લોકોએ મારો અહંકાર તો ચકનાચૂર કરી નાખ્યો.
ઘણું આશ્ચર્ય થયું એ સમયે
આ સ્પીચ બેંગ્લુરૂમાં આયોજિત શ્રી શ્રી રવિશંકરના જન્મદિવસના દિવસે આપી હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યક્રમમાં તેઓ ખાસ હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, મને આ આશ્રમમાં રહેવું ખૂબ ગમે છે. ઘણું સારૂ લાગે છે. અહીં હરિયાળી છે, ઝરણાઓ છે, ગાય છે અને બીજા અનેક પ્રાણીઓ છે. અહીં દરેકના ચહેરા પર એક સ્માઈલ હોય છે. પહેલા અહીંયા માત્ર બે દિવસ રોકાવવાની ગણતરી હતી પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં 15 દિવસનું રોકાણ કર્યું છે.
હિમાલયની યાત્રા કર્યા બાદ પણ એટલી શાંતિ ન મળી જેટલી આ જગ્યા પર આવીને મળી છે. મને એવું લાગતુ હતું કે, ઘણા લોકો અહીંયા પણ મારી નજીક આવશે પણ મેં ત્યા અનેક એવા તમિલ લોકોને જોયા. સાચું કહું તો એ સમયે કોઈએ મારી તરફ જોયું પણ નહોતું.
એક્ટ્રેસ તરીકે એશ્વર્યાં!
હું તો ફેન્સને હાથ હલાવીએ એમ હાથ હલાવી રહ્યો હતો પણ કોઈએ મારી તરફ જોયું પણ નથી. મેં તો અનેક એવા કાર્યક્રમમાં ભાગ લીધો છે પણ અહીંયા આવીને મારો ઈગો શમી ગયો. હકીકત એવી પણ છે કે, સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હોવા છતાં રજનીકાંત ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. ખૂબ જ સરળ જીવન જીવે છે.
સાદા કપડાં પહેરે છે અને ઓફ સ્ક્રિન ખોટા ગ્લેમરથી દૂર રહે છે. હાસ્યનો પ્રસંગ યાદ કરતા તેમણે કહ્યું હતું કે, લોકોને રોબોટ ફિલ્મ વખતે ઘણું અચરજ થયું હતું કે, આ રજનીકાંતની એક્ટ્રેસ એશ્વર્યા કેવી રીતે હોઈ શકે? કારણ કે પોતાના લૂકને કારણે તે અનેકવાર મજાક મસ્તી કરી ચૂકયા છે. જ્યારે એશ્વર્યાની ગરીમા ઓફ સ્ક્રિન પર એટલી અલગ રહી છે.