મહારાષ્ટ્રના વીર યૌદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની શૌર્યગાથા રજૂ કરતી ફિલ્મ 'રાજા શિવાજી' આજે એટલે કે પહેલી મે, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની ફેન્સ લાંબા સમયથી પ્રતિક્ષા થઈ રહી હતી. મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાને કેમિયો રોલ કર્યો છે. સલ્લુમિયાએ આ ફિલ્મમાં જીવા મહાલાનો રોલ કર્યો છે. પણ શું તમે જાણો છો કે આ જીવા મહાલા કોણ હતા? ચાલો તમને જણાવીએ...
વાત કરીએ જીવા મહાલા કોણ હતા એની તો જીવા મહાલાએ શિવાજી મહારાજના અત્યંત વફાદાર યોદ્ધા હતા. બોલીવૂડ એક્ટર સલમાન ખાને ફિલ્મ રાજા શિવાજીમાં કેમિયો રોલ કર્યો છે અને તેણે આ જીવા મહાલાની ભૂમિકા નિભાવી છે. મરાઠા સામ્રાજ્યના ઇતિહાસમાં જીવા મહાલાનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે, કારણ કે તેમણે જ અફઝલ ખાન સાથેની મુલાકાત વખતે શિવાજી મહારાજના જીવની રક્ષા કરી હતી.
રિતેશ દેશમુખ, સંજય દત્ત અને જેનેલિયા ડિસોઝા અભિનીત આ ફિલ્મમાં શિવાજી મહારાજના જીવનના મહત્વના પાસાઓ દર્શાવવામાં આવ્યા છે. એમાં પણ ખાસ કરીને જીવા મહાલાનું પાત્ર આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. જીવા મહાલા મરાઠા સામ્રાજ્યના એક મહાન યોદ્ધા અને છત્રપતિ શિવાજી મહારાજના અત્યંત વિશ્વાસુ સાથી હતા.
મળતી માહિતી અનુસાર શિવાજી મહારાજ જ્યારે પ્રતાપગઢના કિલ્લાની તળેટીમાં અફઝલ ખાનને મળવા ગયા હતા, ત્યારે જીવા મહાલા તેમની સાથે હતા. અફઝલ ખાને જ્યારે શિવાજી મહારાજ પર હુમલો કર્યો, ત્યારે અફઝલના સૈનિક સૈયદ બંડાએ મહારાજ પર તલવાર ઉઠાવી હતી. એ જ ક્ષણે જીવા મહાલાએ સૈયદ બંડાને મોતને ઘાટ ઉતારી કરીને મહારાજનો જીવ બચાવ્યા હતા.
તમને જાણીના નવાઈ લાગશે કે આ ઘટના પરથી જ મહારાષ્ટ્રમાં આજે પણ 'હોતા જીવા મ્હણૂન વાચલા શિવા' (જીવા હતા એટલે શિવા બચ્યા) કહેવત ખૂબ જ પ્રચલિત છે. જીવા મહાલાની વીરતાના સન્માનમાં પુણેના અંબાવડેમાં તેમનું એક ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે.
રાજ શિવાજી ફિલ્મની વાત કરીએ કો આ ફિલ્મમાં સંજય દત્ત, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન, મહેશ માંઝરેકર, ફરદીન ખાન, ભાગ્યશ્રી, સચિન ખેડેકર, અમોલ ગુપ્તે, બોમન ઈરાની અને જિતેન્દ્ર જોષી જેવા કલાકારોએ કામ કર્યું છે.