ચંડીગઢઃ પેપર લીક મામલે દિલ્હીમાં જેમ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન થયું હતું, તેમ હવે પંજાબમાં પણ શરૂ થયું છે. ચંડીગઢમાં મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન શરૂ થયાં છે. પંજાબમાં પણ હવે પેપર લીકનો મામલો ઉગ્ર બની રહ્યો છે. ચંડીગઢમાં એબીવીપીના કાર્યકર્તાઓએ ભગવંત માન સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે. માન સરકાર સામે આ વિરોધ પ્રદર્શન હવે વધારે ઉગ્ર બની રહ્યું છે. આ વિદ્યાર્થીઓ પંજાબના શિક્ષા પ્રધાન હરજોત સિંહના રાજીનામાની માંગણી કરી રહ્યાં છે.
માન સરકાર અને શિક્ષણ પ્રધાન સામે નારેબાજી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એબીવીપીના કાર્યકર્તાઓ ભગવંત માન સરકાર અને શિક્ષણ પ્રધાન સામે નારેબાજી પણ કરી રહ્યાં છે. મામલો એવો છે કે, થોટા સમયમાં પંજાબમાં ફાર્મેસી ઓફિસરની ભરતીની પરીક્ષામાં પેપર લીક થયું હોવાના આક્ષેપ સાથે આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. માત્ર પેપર જ નહીં પરંતુ રાજ્યના અન્ય પેપર લીકને લઈને પણ સવાલો કરવામાં આવી રહ્યાં છે. જો કે, આ પ્રદર્શન મામલે હજી પંજાબ સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
પેપર લીકમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવા માંગણી
આ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરીને પેપર લીક મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, આ વિરોધ પ્રદર્શન માત્ર એબીવીપી દ્વારા જ નહીં પરંતુ ભાજપ, કોંગ્રેસ અને અકાળી દળ દ્વારા પણ ભગવંત માન સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે. પંજાબમાં ભાજપ, કોંગ્રેસ અને અકાળી દળ સાથે મળીને માન સરકારનો વિરોધ કરીને કાર્યવાહી કરવા માટે માંગણી કરી રહ્યાં છે.
#WATCH | Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) Chandigarh protests over alleged paper leak in Punjab. They are also demanding resigantion of state Education Minister Harjot Singh Bains. pic.twitter.com/6BF8oHO7uB
— ANI (@ANI) August 1, 2026
પંજાબ સરકારે કોના પર આક્ષેપ લગાવ્યો!
આક્ષેપ એવો છે કે, પંજાબમાં છેલ્લા 4.5 વર્ષમાં અનેક પરીક્ષાઓના પેપર લીક થયાં છે. જો કે, સામે માન સરકારનું કહેવું છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકાળ દરમિયાન પંજાબમાં એક પણ પેપર લીક થયું નથી. ‘આપ’ સરકારનો એવો પણ આક્ષેપ છે કે, ભાજપ, કોંગ્રેસ અને અકાળી દળ દ્વારા લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે. હવે સાચી હકીકત શું છે તે જોવાનું રહેશે!