લોસ એન્જલસમાં આયોજિત ઓસ્કર 2026માં ગ્લોબલ સ્ટાર, દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ પણ પહોંચ્યા હતા. હંમેશા પોતાની કેમેસ્ટ્રી અને લૂકથી ફેન્સના દિલ જિતી લેતું આ કપલ ઓસ્કર 2026માં એક ગંભીર અકસ્માતનો શિકાર થતાં થતાં બચી ગયું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ રેડ કાર્પેટ પર એન્ટ્રી કરવા માટે ગોલ્ફ કાર્ટમાં જઈ રહ્યા હતા. ચાલો જોઈએ શું છે આખી ઘટના...
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં જોવા મળે છે કે પ્રિયંકા ચોપ્રા અને નિક રેડ કાર્પેટ પર એન્ટ્રી લેવા માટે એક ગોલ્ફ કાર્ટમાં સવાર થઈને એન્ટ્રન્સ તરફ જઈ રહ્યા હતા. અચાનક ડ્રાઈવરે વળાંક લેતી વખતે કાર્ટ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને એને કારણે કાર્ટ એક તરફ નમી ગઈ હતી.
વીડિયોમાં આગળ જોવા મળે છે કે કાર્ટમાં પ્રિયંકા જે તરફ બેઠી હતી તે બાજું કાર્ટ પલટી જવાની તૈયારીમાં જ હતી, પરંતુ છેલ્લી ઘડીએ બેલેન્સ કરી લેતાં પીસી બચી ગઈ હતી. આ ઘટના જોનારા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જોકે, પીસીએ આગવી સૂઝબૂઝથી પોતાને એકદમ ગ્રેસફૂલી સંભાળી લીધી હતી.
🚨 EXCLUSIVE: Nick Jonas and Priyanka Chopra nearly had a wipeout before even hitting the red carpet at the Oscars ... after their golf cart ride to the entrance got a little too wild. pic.twitter.com/nU4FSChlQH
— TMZ (@TMZ) March 15, 2026
અત્રે ઉલ્લેખનીય છે કે રેડ કાર્પેટ મોમેન્ટ પહેલાં જ થયેલી આ દુર્ઘટના બાદ પણ પ્રિયંકાએ અત્યંત આત્મવિશ્વાસ સાથે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. આ વર્ષે તે ઓસ્કારમાં 'ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ' કેટેગરીમાં એવોર્ડ એનાઉન્સ કરવા માટે પ્રેઝન્ટર તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. પીસીએ પતિ નિક જોનાસ સાથે મળીને કાર્યક્રમની શોભા વધારી હતી. ભારત માટે આ ગર્વની ક્ષણ હતી કારણ કે આટલા મોટા વૈશ્વિક મંચ પર પ્રિયંકા ફરી એકવાર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.
ઓસ્કાર 2026માં 'વન બેટલ આફ્ટર અનધર' જેવી ફિલ્મોનો દબદબો જોવા મળ્યો હતો. જોકે, ભારત તરફથી શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મો જેવી કે 'કાંતારા ચેપ્ટર 1' અને 'તન્વી ધ ગ્રેટ' નોમિનેશન સુધી પહોંચી શકી નહોતી, પરંતુ પ્રિયંકાની હાજરીએ ભારતીય ચાહકોમાં ઉત્સાહ જાળવી રાખ્યો હતો. તમે પણ આ ઘટનાનો વાઈરલ થઈ રહેલો વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...