Sun Jun 21 2026

Logo

પ્રિયંકા ચોપરા હવે હોલિવૂડની આ સુપરસ્ટાર સાથે કરશે સ્ક્રીન શેર, 7 વર્ષ બાદ મોટા બજેટની ફિલ્મથી કમબેક,

2026-06-20 22:36:12
Author: Mumbai Samachar Team
Article Image

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ સિવાય હવે પ્રિયંકા પાસે ઘણા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે.ખાસ કરીને તે હોલિવૂડમાં કોઈ મોટી અભિનેત્રી સાથે જોવા મળે તો નવાઈ નહીં. આ માટેની કેટલીક તૈયારીઓ થઈ ચૂકી છે. તે ઓર્લાન્ડો બ્લૂમ સાથે પીપીપી કો-પ્રોડક્શનમાં કામ કરશે - જે 'લોર્ડ ઓફ ધ રિંગ્સ' અને 'પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન' ફ્રેન્ચાઇઝી માટે પ્રખ્યાત છે. ફિલ્મ નિર્માતા મીરા નાયરના જીવનચરિત્રાત્મક નાટક 'અમરી' સાથે પણ સંકળાયેલી છે.

મોટા બજેટની ફિલ્મથી કમબેક

પ્રિયંકા ચોપરા ખરા અર્થમાં ગ્લોબલ આઇકોન બની ગઈ છે. તે સતત હેડલાઇન્સમાં રહે છે. જ્યારે અભિનેત્રી એસ.એસ. રાજામૌલીની 'વારાણસી' સાથે ભારતીય સિનેમામાં વાપસી કરવા માટે તૈયાર છે.ઘણા લાંબા સમય પછી તે બોલિવૂડના કોઈ મોટા પ્રોજેક્ટમાં પરત ફરી છે.  તેણે હવે ખુલાસો કર્યો છે કે તે બીજા એક મોટા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે.

જેમાં હોલીવુડ સ્ટાર એન્જેલીના જોલી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.આ ખરેખર એની ફિલ્મી કેરિયરમાં વધુ એક સફળતા નોંધાવે છે. આ અપડેટ પ્રિયંકાના કરિયરના એક મહત્વપૂર્ણ ક્ષણ પર આવ્યું છે, કારણ કે તે સાત વર્ષના લાંબા વિરામ પછી ભારતીય સિનેમામાં મોટી સ્ક્રિન પર અને મોટા બજેટની ફિલ્મમાંથી ફિલ્મી દુનિયામાં કમબેક કરી રહી છે. 

જુદી જુદી ભાષામાં આવશે ફિલ્મ

એક્ટ્રેસ એસ.એસ. રાજામૌલી દ્વારા દિગ્દર્શિત એક મોટા બજેટની એક્શન-એડવેન્ચર ફિલ્મ 'વારાણસી'માં અભિનય કરવા માટે તૈયાર છે.આ ફિલ્મના કેટલાક શેડ્યુઅલ ખતમ થઈ ચૂક્યા છે તો કેટલાક ખતમ થવામાં છે. આ ફિલ્મમાં પ્રિયંકાનો એક અલગ અવતાર જોવા મળશે.  ₹1,200 થી ₹1,400 કરોડ સુધીના બજેટ સાથેની  ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

આ ફિલ્મ ભારતની જુદી જુદી ભાષામાં પણ ડબ થાય એવી પૂરી શક્યતાઓ છે. જ્યારે તેનું શૂટિંગ જ્યોર્જિયા, એન્ટાર્કટિકા, આફ્રિકા અને હૈદરાબાદ સહિત વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. 'વારાણસી' 7 એપ્રિલ, 2027 ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે. પણ વાત જ્યાં જોલી સાથે કામ કરવાની છે ત્યાં હજુ કેટલાક મુદ્દાઓ પરથી હકીકત સ્પષ્ટ થવાની બાકી છે. 

કોનું નામ લીધું એક્ટ્રેસે

પ્રિયંકાએ પુષ્ટિ કરી છે કે તે હોલીવુડ સ્ટાર એન્જેલીના જોલી સાથે કામ કરવા માટે તૈયાર છે.આ પ્રોજેક્ટ વિશે વધુ વિગતો શેર કરી નથી, કારણ કે તે હાલ ગુપ્ત રાખવામાં આવી છે.પણ એવું માનવામાં આવે છે કે, આ પણ હોલિવૂડની કોઈ મોટા પ્રોજેક્ટની ફિલ્મ બની રહી છે. આ જાહેરાતથી ચાહકો બંને અભિનેત્રીઓને સ્ક્રીન શેર કરતા જોવા માટે રાહ જોઈ રહ્યા છે. જ્યારે કેટલાક અનુમાન કરે છે કે તેઓ કોઈ ફિલ્મ પ્રોજેક્ટ કામ કરી રહી છે એમાં વધુ એક સફતા પ્રિયંકાને મળવા જઈ રહી છે. પ્રિયંકાએ હોલીવુડની મહિલાઓ વિશે પણ વાત કરી જેમણે તેને પ્રેરણા આપી, જેમાં એન્જેલીના જોલી, પેનેલોપ ક્રુઝ અને સલમા હાયેકનું નામ લીધું.