Tue Jun 23 2026

Logo

કેન્દ્રીય મંત્રીમંડળમાં બદલાવની અટકળો વચ્ચે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત

2026-06-23 21:25:41
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રીમંડળમાં બદલાવની અટકળો વચ્ચે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મુલાકાતે રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જગાવી છે. 

આ મુલાકાત પદ્મ પુરસ્કારો માટે  આયોજિત કાર્યક્રમ પહેલા થઈ હતી

આ અંગે એક્સ પર  શેર કરાયેલી એક પોસ્ટમાં  રાષ્ટ્રપતિ ભવને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. પીએમ મોદી  અને રાષ્ટ્રપતિ વચ્ચેની આ મુલાકાત પદ્મ પુરસ્કારો માટે  આયોજિત કાર્યક્રમ પહેલા થઈ હતી.

કેરળના  ભાજપના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયને કેબિનેટમાંથી રાજીનામું આપ્યું 

આ મુલાકાત એટલા માટે  મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે,  કારણ કે દિલ્હીના રાજકીય વર્તુળોમાં  કેબિનેટમાં બદલાવની  ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ પૂર્વે આજે  કેરળના  ભાજપના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયને તેમની રાજ્યસભાની મુદત પૂરી થયા પછી કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. કુરિયન  લઘુમતી બાબતો તેમજ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી હતા. રાષ્ટ્રપતિ ભવનમાંથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર રાષ્ટ્રપતિ મુર્મુએ કુરિયનનું રાજીનામું સ્વીકારી લીધું છે.