Tue Jul 07 2026

Logo

પીએમ મોદીનો ચીન પર આડકતરો પ્રહાર, કહ્યું ભારત વિસ્તારવાદ નહિ વિકાસવાદના માર્ગે

Jakarta   2026-07-07 16:51:45
Author: Chandrakant Kanoja
Article Image

જકાર્તા : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ  ઇન્ડોનેશિયા સંસદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ચીનની વિસ્તારવાદી નીતી પર આડકતરો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારત વિસ્તારવાદ નહિ પરંતુ વિકાસવાદના માર્ગ પર ચાલે છે. 

રાષ્ટ્રપતિ પ્રબોવોને સારા મિત્ર ગણાવ્યા

પીએમ મોદીએ  જણાવ્યું  હતું કે, હું તમામ ભારતીયો વતી આપને શુભકામના પાઠવું છું. ઇન્ડોનેશિયાના લોકોએ જે આત્મીયતા અને ઉત્સાહ સાથે સ્વાગત કર્યું છે તેને કદી ભૂલી શકાય નહિ. તેમણે ભારત અને ઇન્ડોનેશિયાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને લોકતાંત્રિક સબંધોને બંને દેશોની સંયુક્ત તાકાત ગણાવી હતી. 
તેમણે રાષ્ટ્રપતિ પ્રબોવોને સારા મિત્ર ગણાવ્યા હતા. 

આગામી 25 વર્ષ  વર્ષ બંને દેશો માટે ખૂબ મહત્વના

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, આજે ભારત અને ઇન્ડોનેશિયા ઇતિહાસના એક મહત્વના પડાવ પર સાથે ઉભું છે. આ સદીના પ્રથમ 25 વર્ષ વિતી ચૂક્યા છે. તેમજ આગામી 25 વર્ષ  બંને દેશો માટે ખૂબ મહત્વના છે.