Sat Aug 29 2026

Logo

મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદીએ બોલાવી મહત્વની બેઠક, અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે...

2026-03-22 16:55:31
Author: Chandrakant Kanoja
મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદીએ બોલાવી મહત્વની બેઠક, અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે...

AFP


નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પગલે ભારતની ચિંતાઓ પણ વધારો થયો છે. જેના પગલે દેશમાં ઇંધણ સહિતના પૂરવઠાની સમીક્ષા માટે પીએમ મોદી આજે મંત્રી સ્તરની બેઠક બોલાવી છે. આ અંગે મળતી માહિતી મુજબ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં અવિરત પુરવઠો, સ્થાયી  લોજિસ્ટિક્સ અને કાર્યક્ષમ વિતરણ સુનિશ્ચિત કરવાનો છે. કેન્દ્ર સરકાર આ દિશામાં સક્રિય પગલાં લઈ રહી છે. સરકારનું મુખ્ય ધ્યાન ગ્રાહકો અને ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરવાનો છે. 

યુદ્ધે વૈશ્વિક ઉર્જા સંકટ ઉભું કર્યું

જોકે, આ પૂર્વે 12 માર્ચે પીએમ મોદીએ કહ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક ઉર્જા સંકટ ઉભું કર્યું છે. આ રાષ્ટ્રીય પડકાર છે અને તેનો સામનો કરવા માટે શાંત, ધીરજ અને જનજાગૃતિની જરૂર છે. આ ઉપરાંત વડાપ્રધાને જણાવ્યું કે કેન્દ્ર સરકાર આંતર રાષ્ટ્રીય પુરવઠાની સપ્લાય ચેનને નિયમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. 

આ ઉપરાંત પીએમ મોદીએ 28  ફેબ્રુઆરી બાદ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા બાદ પીએમ મોદીએ ઘણા વૈશ્વિક નેતાઓ સાથે વાત કરી છે. સંઘર્ષ શરૂ થયો ત્યારથી પીએમ મોદીએ  સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, બહેરીન, કુવૈત, જોર્ડન, ફ્રાન્સ, મલેશિયા, ઇઝરાયલ અને ઈરાનના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી છે.

ઈરાને અનેક ખાડી પાડોશી દેશો પર હુમલો કરીને બદલો લીધો 

અમેરિકા ઇઝરાયલના હુમલા બાદ ઈરાને ઈઝરાયલ અને ઘણા ખાડી પાડોશી દેશો પર હુમલો કરીને બદલો લીધો છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને નિયંત્રિત કરે છે, જે  વૈશ્વિક શિપિંગ માર્ગ છે જેના દ્વારા વિશ્વની 20  ટકા ઉર્જાનું પરિવહન થાય છે. જોકે, યુદ્ધ બાદ પણ  ઈરાને ખૂબ ઓછા જહાજોને આ માર્ગ પરથી પસાર થવાની મંજૂરી આપી છે.