Wed Apr 29 2026

Logo

ઓપેકમાં ભંગાણ: તેલના ભાવ અને પુરવઠામાં ભારતને કેવી રીતે થશે મોટો ફાયદો?

Tehran   2026-04-29 16:43:52
Author: Mumbai Samachar Team
Article Image

તહેરાનઃ ઓપેક (ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ - OPEC)માં પડેલી તિરાડનો ફાયદો ભારતને થાય એવા અણસાર વર્તાય રહ્યા છે. ખાસ વાત એ છે કે મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે હોર્મુઝ જળમાર્ગ હવે બંધ રહેશે તો પણ ભારતને કોઈ અસર નહીં થાય. હોર્મુઝ જળમાર્ગ બંધ રહેવા છતાં પણ એપ્રિલ મહિનામાં તેલની પૂર્તિ 44 લાખ બેરલ/દિવસ થઈ રહી છે, પણ આ સ્ટોક સરેરાશ સ્ટો કરતા માત્ર 4 લાખ 40 હજાર બેરલ ઓછો છે. હોર્મુઝ જળમાર્ગ બંધ થતા ઊભા થયેલા સંકટના માહોલ વચ્ચે ભારતને મોટો ફાયદો થઈ શકે છે. 

સંયુક્ત આરબ અમિરાતની એક્ઝિટ

હકીકત એ પણ છે કે પેટ્રોલિયમ પેદાશની નિકાસ કરતા દેશ વચ્ચે હવે તિરાડ પડી છે. સંયુક્ત આરબ અમિરાત OPEC અને OPEC પ્લસમાંથી બાહર નીકળ્યા બાદ ક્રૂડ ઓઈલની વૈશ્વિક માર્કેટમાં સ્પર્ધા વધી જશે, જેનો સીધો લાભ ભારત જેવા મોટા દેશને થઈ શકે છે. ઈરાન યુદ્ધ દરમિયાન હોર્મુઝ જળમાર્ગ બંધ થતા ભારતને મળતા તેલમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. હવે OPEC સંઘમાં થયેલા ભંગાણથી આ ઘટ ફરી સરભર થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોર્મુઝ જળમાર્ગ બંધ થતા ભારતને દૈનિક ધોરણે 4,80,000 બેરલ/દિવસ તેલની ઘટ પડતી હતી. ઈરાક જેવા દેશમાં ભારત માટેની જે ચોક્કસ સપ્લાય હતી એ ઠપ થઈ ગઈ હતી.

ભારતે યુદ્ધના માહોલમાં મળ્યું તેલ

એવામાં OPEC સંઘમાં ફાટા પડતા ભારત માટે ફાયદારૂપી સમય આવ્યો છે. હોર્મુઝ જળમાર્ગ વગર પણ ભારતમાં સાઉદીએ 1 એપ્રિલથી 26 એપ્રિલ સુધી 97 હજાર બેરલ/દિવસ તેલની સપ્લાય આપી હતી. આ આંકડો ગત વર્ષ કરતા ઘણો વધારે છે. ગત વર્ષે 6,68,000 બેરલ/દિવસ હતી. સાઉદી રાતા સમુદ્રના માધ્યમથી ભારતને ક્રૂડ આપ્યું કારણ કે હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ રીતે બંધ હતો. આ દરમિયાન આ જ રીતે યુએઈએ આ દરમિયાન 6,19,000 બેરલ/દિવસ તેલ આપ્યું હતું, જે ગત વર્ષ કરતા વધારે છે. ગત વર્ષ 2025માં 4,30,000 બેરલ/દિવસ તેલ મળતું.યુએઈએ ફુજૈરાના માધ્યમથી ક્રૂડ ઓઈલની સપ્લાય કરી હતી. 

ઈરાકે પણ મદદ કરી

હોર્મુઝ બંધ રહેતા માત્ર ઈરાકથી જ ભારત માટે તેલની સપ્લાય થતી ન હતી. પણ ઈરાક સામાન્ય દિવસોમાં પણ સરેરાશ 8 લાખ બેરલ/દિવસ તેલ ભારતને મોકલતો હતો. હવે આ રૂટ સંપૂર્ણ રીતે બંધ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં કટોકટી હોવા છતાં ભારતને એપ્રિલમાં સરેરાશ 4.4 મિલિયન બેરલ તેલ પ્રતિ દિવસ મળ્યું. 

આ આંકડો 2025-26માં નોંધાયેલા સરેરાશ 4.8 મિલિયન બેરલ પ્રતિ દિવસ કરતા ઓછો છે. બીજા શબ્દોમાં કહીએ તો હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીથી ભારતના તેલ પુરવઠા પર ખાસ અસર પડી હોય તેવું લાગતું નથી. OPECમાં તાજેતરના વિખવાદને પગલે ભારતનો પુરવઠો સંભવિત રીતે વધી શકે છે, કારણ કે UAE હવે સ્વતંત્ર રીતે તેલનું ઉત્પાદન અને વેચાણ કરી શકશે.