Sun Oct 04 2026

Logo

નેપાળ સરકારે કહ્યું હાલ મોટી દુર્ઘટનાનો ભય નહિ, રાહત અને બચાવ કામગીરી ફરી શરૂ

khatmandu   2026-08-28 17:37:17
Author: Chandrakant Kanoja
નેપાળ સરકારે કહ્યું હાલ મોટી દુર્ઘટનાનો ભય નહિ, રાહત અને બચાવ કામગીરી ફરી શરૂ

કાઠમંડુ: નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 400 થી વધુ લોકોના મોત થયા છે. જોકે, આ દરમિયાન ચીને ભાટેકોશી નદીના ફરી પૂર આવવાની ચેતવણી આપી હતી. જેની બાદ નેપાળે આ વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય અટકાવી દીધું હતું. જેની બાદ હવે નેપાળ સરકારે જાહેરાત કરી છે હાલ મોટા ખતરાની કોઇ આગાહી નથી જેના પગલે રાહત અને બચાવ કામગીરી ફરી શરૂ કરવામા આવી છે. 

તાત્કાલિક કોઈ મોટી દુર્ઘટનાનો ભય નથી

ચીનમાં ગ્લેશિયર તૂટી પડવાના કારણે પાણી ઓવરફ્લો થયાના અહેવાલો બાદ, નેપાળ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તાત્કાલિક કોઈ મોટી દુર્ઘટનાનો ભય નથી. સરકારે અહેવાલ આપ્યો હતો કે આ ઘટના ચીનમાં ચોચેન ખોલા અને પુરેપુ ત્સાંગપો નદીઓના સંગમ નજીક બનેલા એક મોટા તળાવ સાથે સંકળાયેલી છે. જોકે, તાત્કાલિક કોઈ ગંભીર જોખમ નથી. સરકારી પ્રવક્તા અને શિક્ષણ પ્રધાન સસ્મિત પોખરેલે સમજાવ્યું હતું કે ભંગાણને કારણે અનેક સ્થળોએ કાંપ મિશ્રિત પાણી ઓવરફ્લો થયો હતો. 

290 ભારતીયો હજુ પણ લાપતા 

આ ઉપરાંત અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 489 મૃતદેહો મળી આવ્યા છે. તેમજ ઘણા ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. કુલ મૃતદેહોમાંથી આજ સુધી ફક્ત 100 મૃતદેહોની ઓળખ થઈ છે. જ્યારે 393 ઓળખ નથી થઇ .ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 84 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ 290 ભારતીયો સાથે હજુ સુધી સંપર્ક સ્થાપિત થયો નથી.