Fri May 08 2026

Logo

પેપરાઝી પર કેમ ઉતાર્યો નીતુ કપૂરે ગુસ્સો? રણબીર-આલિયાની હાજરીને લઈને એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ...

2026-05-07 17:14:11
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એવું કપૂર ખાનદાન કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતો જ રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર કપૂર ખાનદાનના લેડી બોસ એટલે કે નીતુ કપૂરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નીતુ કપૂરે આપેલું રિએક્શન સૌથી વધું ચર્ચાનું કારણ બન્યું છે. ચાલો જોઈએ આખરે એવું તે શું કર્યું નીતુ કપૂરે... 

નીતુ કપૂર હંમેશાથી સોશિયલ મીડિયા યુઝર્સના અને પેપરાઝીના ફેવરિટ રહ્યા છે, પરંતુ હાલમાં એક એવી ઘટના બની કે નીતુ કપૂર પોતે પણ ચોંકી ગયા હતા. રિદ્ધિમા કપૂર સાહનીના પ્રોજેક્ટ 'દાદી કી શાદી' (Dadi Ki Shaadi)ના સ્ક્રીનિંગ દરમિયાન કંઈક એવું બન્યું કે નીતુ કપૂરનું રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે.

નીતુ કપૂર જ્યારે ફિલ્મના સ્ક્રીનિંગ સમયે પેપ્ઝને સોલો પોઝ આપી રહ્યા હતા ત્યારે ઓછા પેપ્ઝ જોઈને તેમણે પૂછ્યું કે અરે આટલા ઓછા લોકો કેમ છે? જે સાંભળીને પેપ્ઝે કહ્યું કે ગઈકાલે વધારે પેપ્ઝ આવ્યા હતા, કારણ કે ત્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ આવ્યા હતા. આ સાંભળીને નીતુ કપૂર ચોંકી ઉઠે છે અને કહે છે કે તો પછી શું અમે લોકો કંઈ જ નથી? બસ નીતુ કપૂર આટલું કહે છે ત્યાં સુધીમાં રિદ્ધીમા કપૂર આવી જાય છે અને બંને જણ સાથે મળીને પેપ્ઝને પોઝ આપે છે. 

નીતુ કપૂર તેમની પુત્રી રિદ્ધિમા કપૂર સાહનીના આગામી પ્રોજેક્ટના સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. જ્યારે તેઓ રેડ કાર્પેટ પર પોઝ આપી રહ્યા હતા, ત્યારે પેપરાઝીએ તેમને 'દાદી' કહીને સંબોધ્યા હતા. વાસ્તવમાં, આ પ્રોજેક્ટનું નામ 'દાદી કી શાદી' હોવાથી પેપરાઝી મજાક કરી રહ્યા હતા, પરંતુ નીતુ કપૂર એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા.

જ્યારે પેપરાઝીએ બૂમ પાડી કે, નીતુ જી, દાદી કી શાદી કે લિયે બધાઈ હો!, ત્યારે નીતુ કપૂરે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, કોની શાદી? ત્યારબાદ જ્યારે તેમને સમજાયું કે આ તો ફિલ્મ કે પ્રોજેક્ટના ટાઈટલ વિશે વાત થઈ રહી છે, ત્યારે તેઓ ખડખડાટ હસી પડ્યા હતા. તેમનું આ નિર્દોષ અને શોકિંગ રિએક્શન અત્યારે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની હવે ગ્લેમર વર્લ્ડમાં સક્રિય થઈ રહી છે. આ સ્ક્રીનિંગમાં કપૂર પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા. નીતુ કપૂરે હંમેશાની જેમ પોતાની સ્ટાઈલ અને સ્મિતથી ચાહકોના દિલ જીતી લીધા હતા. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જોઈ લો...

વધુ જુઓ...