(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના અંતે હાજરમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવા છતાં મુખ્યત્વે સ્મોલ ગે્રડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા સાધારણ નબળી આવી હોવાથી ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો સાધારણ ઘટાડો આવ્યો હતો અને મિડિયમ ગે્રડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં ગઈકાલના મથકો પરના નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્મોલ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10નો ઘટાડો આવ્યો હતો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 27થી 28 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. જોકે, આજે સ્મોલ ગ્રેડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા સાધારણ નબળી આવી હોવાથી હાજરમાં તેના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના ઘટાડા સાથે રૂ. 3842થી 3922માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3952થી 4032માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ એકંદરે જળવાઈ રહી હોવા છતાં ગઈકાલના મથકો પરના નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 3770થી 3810માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3850થી 3910માં ટકેલા ધોરણે થયા હતા.