Wed Jul 29 2026

Logo

એલટીટી સ્ટેશને 56 કલાકનો મેગા ટ્રાફિક બ્લોક, અનેક ટ્રેનના શેડ્યૂલમાં ફેરફાર

2026-06-21 21:09:17
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મધ્ય રેલવેના લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી) પર વિવિધ માળખાકીય કાર્યો માટે બુધવાર, 24 જૂનથી શુક્રવાર, 26 જૂન સુધી 56 કલાકનો ખાસ ટ્રાફિક બ્લોક લાગુ કરવામાં આવશે. પરિણામે, ઘણી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે.

ખાસ ટ્રાફિક બ્લોક દરમિયાન હાથ ધરવામાં આવનારા કાર્યોમાં શન્ટિંગ નેકનું બાંધકામ, 'સિક સાઇડિંગ' અને જાળવણી સાઇડિંગ યાર્ડમાં ફેરફાર, અને જાળવણી સાઇડિંગ નંબર 6, 7, 8 અને નવમાં 'પીટ લાઇન્સ'નું વિસ્તરણ સામેલ છે. 

વધુમાં, પાણી પુરવઠા લાઇન, ડ્રેનેજ સિસ્ટમ્સ અને વરસાદી પાણીના ડ્રેનેજ ચેનલોનું ફરીથી ગોઠવણી હાથ ધરવામાં આવશે. આ 56 કલાકનો બ્લોક બુધવારે સવારે 8:00 વાગ્યાથી શુક્રવારે સાંજે 4:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.

બુધવારે, મેંગલુરુ સેન્ટ્રલ-લોકમાન્ય તિલક ટર્મિનસ મત્સ્યગંધા એક્સપ્રેસ, ચેન્નઈ-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ, તિરુવનંતપુરમ-લોકમાન્ય તિલક ટર્મિનસ નેત્રાવતી એક્સપ્રેસ અને ગોરખપુર-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસની સેવાઓ થાણે સ્ટેશન પર સમાપ્ત થશે. 24 જૂને રાત્રે 11:35 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસથી ઉપડનારી લોકમાન્ય તિલક ટર્મિનસ-પાટલીપુત્ર એક્સપ્રેસ, 25 જૂને સવારે 3:30 વાગ્યે ઉપડશે.

23 જૂને ઉપડનારી ગોરખપુર-લોકમાન્ય તિલક ટર્મિનસ કુશીનગર એક્સપ્રેસ અને 24 જૂને ઉપડનારી મેંગલુરુ સેન્ટ્રલ-લોકમાન્ય તિલક ટર્મિનસ મત્સ્યગંધા એક્સપ્રેસ સહિત વિવિધ એક્સપ્રેસ ટ્રેનોની સેવાઓ બુધવારે થાણે સ્ટેશન પર સમાપ્ત થશે.