Wed Jun 10 2026

Logo

મુંબઈનું દાદર સ્ટેશન પાણી માટે ટેન્કરોના ભરોસે: રોજની 4 લાખ લિટરની પાણી જરૂરિયાત સામે પાલિકા કનેક્શન આપતી નથી

2026-06-10 17:14:51
Author: mumbai samachar team
Article Image

AI-Generated Images


મુંબઈ: ગયા અઠવાડિયા દરમિયાન કેરળમાં ચોમાસું બેસી ગયા પછી હજુ પણ મુંબઈમાં મેઘરાજાની વિધિવત્ સવારી પહોંચી નથી, પરંતુ મુંબઈ સહિત અન્ય સબર્બનમાં પણ પાણીની ધીમે ધીમે કટોકટી વકરી રહી છે. વોટર ટેન્કર એસોસિએશન દ્વારા ટેન્કરોની હડતાલ પાછી ખેંચવામાં આવી છે, પરંતુ મુંબઈના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પૈકી દાદર સ્ટેશન અલગ જ પ્રકારની સમસ્યાથી પરેશાન છે, ત્યારે બે લાખથી વધુ પ્રવાસીઓની અવરજવરવાળું સ્ટેશન 40થી વધુ ટેન્કરના ભરોસે છે, જ્યારે પાલિકાને અનેક વખત નવા કનેક્શન માટે પત્રવ્યવહાર કરવામાં આવ્યો, પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.

મુંબઈ વોટર ટેન્કર એસોસિએશન દ્વારા એક દિવસની બહુવિધ મુસાફરી માટે સમગ્ર શહેરમાં ટેન્કરો દ્વારા રોજના 550 મિલિયન લીટર જેટલો પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે ત્યારે મુંબઈના સૌથી મોટા ટર્મિનસ દાદરમાં રોજના 40 ટેન્કર મારફત પાણી પહોંચાડવામાં આવે છે. દરેક ટેન્કરમાં 10 હજાર લીટર પાણીની ક્ષમતા હોય છે. એના સિવાય સ્ટેશનોને દૈનિક 4 લાખ લિટર પાણીની જરૂરિયાત હોય છે. તે સિવાય દાદર સ્ટેશન માટે 8 ટેન્કરોના માધ્યમથી રોજના 4.80 લાખ લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. 

રેલવે અધિકારીઓના મતે દાદર સ્ટેશનથી દૈનિક લગભગ 2 લાખ મુસાફરો પ્રવાસ કરે છે. સ્ટેશન પરિસરમાં કેટલાક કાર્યાલય, દુકાનો, ખાણીપીણીના સ્ટોલ અને સેવા ભવન આવેલા છે. આ સ્ટેશન પર 1000થી વધારે કર્મચારી કામ કરે છે. આ જરૂરિયાને જોતા દૈનિક લગભગ 5 લાખ લીટર પાણીની જરૂરિયાત ઊભી થાય છે. 

અનેક વખત પત્ર લખવામાં આવ્યો પણ જવાબ નહીં
પશ્ચિમ રેલવેએ આ સમસ્યા અંગે ઘણી વાર બીએમસીને પત્ર લખી દાદર સ્ટેશન માટે અલગથી પાઇપલાઈનથી પાણી પહોંચાડવાની માંગ કરી છે. રેલવેએ એવો પણ અનુરોધ કર્યો છે કે દાદર સ્ટેશનના આ પ્રસ્તાવને અન્ય માંગથી અલગ સમજીને મંજૂરી આપવામાં આવે. પ્રવાસીઓની સુવિધાઓ અને લાંબાગાળાની સ્થાયી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પાલિકાએ ઝડપથી પાણી પૂરું પાડવું જોઈએ.

મળતી વિગતો અનુસાર બીએમસી દ્વારા આ નવું કનેક્શન એટલા માટે આપવામાં નથી આવ્યું, કેમ કે પશ્ચિમ રેલવે પ્રશાસન દ્વારા પાલિકાના જૂના બિલની ભરપાઈ કરવામાં આવી નથી, પણ રેલવેના અહેવાલ મુજબ તેમણે મોટા ભાગનું બિલ ચૂકવી દીધું હતું. રેલવે એમ કરવા પણ તૈયાર છે, પરંતુ પાલિકા પાસે અમારો લીવ ચાર્જ, જે દંડ કરતા પણ વધુ છે, જે પરત કરવા જોઈએ, તેથી અમને એ પૈસા મળવા જોઈએ. આ મુદ્દે રેલવે તરફથી કોઈ નક્કર પ્રતિક્રિયા મળી નથી. આ મુદ્દે પાલિકાનું કહેવું છે કે રેલવેનો વોટર ચાર્જીસ બાકી છે, જે ચૂકવ્યો નથી એની સાથે વિસ્તૃત રીતે માગણી પણ કરી નથી.