મુંબઈ: મુંબઈની મેટ્રોમાં હવે માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું જ નહીં, પણ સફરને યાદગાર બનાવવાનું પણ એક નવું કારણ મળ્યું છે! મુંબઈ મેટ્રોની એક્વા લાઈન પર હવે મુસાફરો ખાસ પાસપોર્ટ લઈને 10 સ્ટેશનના 10 અલગ-અલગ સ્ટેમ્પ એકત્ર કરી શકશે. વાર્ષિકોત્સવ નિમિત્તે શરૂ થતી આ ખાસ પહેલમાં ₹ 250માં એક્વા લાઇન પાસપોર્ટ અને સ્ટેમ્પ ટ્રેલનો અનુભવ મળશે. આ અનોખી સફર આવતીકાલે સવારે 11 વાગ્યાથી શરૂ થશે.
10 સ્ટેશન, 10 સ્ટેમ્પ અને યાદગાર સફર!
આ પાસપોર્ટ મેળવ્યા પછી મુસાફરો માટે દરેક સ્ટેશન માત્ર ઉતરવાનું કે ચઢવાનું સ્થળ નહીં, પરંતુ સ્ટેમ્પ કલેક્શનનો એક નવો પડાવ બનશે. કફ પરેડથી મરોલ નાકા સુધીનાં પસંદગીનાં સ્ટેશન પર સ્ટેમ્પ એકત્ર કરીને મુસાફરો પોતાની એક્વા લાઇનની સફરને ખાસ યાદગીરીમાં ફેરવી શકશે. મેટ્રોની આ પહેલ ખાસ કરીને શહેરને નવા અંદાજમાં એક્સપ્લોર કરવા અને અનોખી યાદગીરીઓ એકત્ર કરવાના શોખીનોને આકર્ષી શકે છે.
કયા સ્ટેશન પર મળશે પાસપોર્ટ?
એક્વા લાઈન પાસપોર્ટ કફ પરેડ, ચર્ચગેટ, હુતાત્મા ચોક, સીએસએમટી મેટ્રો, વરલી, સિદ્ધિવિનાયક, ધારાવી, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, સીએસએમઆઈએ-ટી2 અને મરોલ નાકા—આ 10 સ્ટેશન પર ઉપલબ્ધ રહેશે. દરેક સ્ટેશનનો સ્ટેમ્પ એકત્ર કરવાનો પ્રયાસ તમારી સામાન્ય મેટ્રો સફરને એક નાનકડી શોધયાત્રામાં ફેરવી શકે છે.
✨ MUMBAI, THE WAIT IS FINALLY OVER! 🚇💙 Your Aqua Line Passport & Stamp Trail adventure begins TOMORROW! 🎉 🗓️ From tomorrow, 11:00 AM onwards 🎟️ Special anniversary price: ₹250/- (Digital Payment Only) 📍 Available at 10 Aqua Line stations: Cuffe Parade, Churchgate, Hutatma Chowk, CSMT Metro, Worli, Siddhivinayak, Dharavi, Bandra Kurla Complex, CSMIA-T2 and Marol Naka. Explore Mumbai, collect stamps, and make every Aqua Line journey memorable! 💙 10 stations. 10 stamps. One unforgettable journey. 🚇✨ Tag your fellow explorers and get ready! Please Note: ▪️ Limited-edition collectible, available on a first-come, first-served basis. ॲक्वा लाईन पासपोर्ट आणि स्टॅम्प ट्रेल उद्यापासून उपलब्ध! 🎉 🕚 उद्या सकाळी ११ वाजल्यापासून 🎟️ वर्धापनदिनानिमित्त विशेष सवलतीच्या दरात, फक्त ₹२५०/- (केवळ डिजिटल पेमेंट) मध्ये! 📍 ॲक्वा लाईनवरील १० निवडक स्थानकांवर: कफ परेड, चर्चगेट, हुतात्मा चौक, CSMT मेट्रो, वरळी, सिद्धिविनायक, धारावी, वांद्रे-कुर्ला कॉम्प्लेक्स, CSMIA-T2 आणि मरोळ नाका. १० स्थानके. १० स्टॅम्प. अविस्मरणीय प्रवास! 💙 सूचना: ▪️ ही मर्यादित आवृत्ती असून, प्रथम येणाऱ्यास प्रथम प्राधान्य या तत्त्वावर उपलब्ध असेल. #AquaLine #MumbaiMetro #AquaLinePassport #StampTrail #AnniversarySpecial #ExploreMumbai #MMRC
— MumbaiMetro3 (@MumbaiMetro3) October 15, 2026
₹ 250માં ખાસ કલેક્શન, પણ એક શરત!
આ પાસપોર્ટની વાર્ષિકોત્સવ નિમિત્તે ખાસ કિંમત ₹ 250 રાખવામાં આવી છે અને ચુકવણી માત્ર ડિજિટલ માધ્યમથી જ કરી શકાશે. જોકે, આ મર્યાદિત આવૃત્તિ છે અને ‘પહેલા આવો, પહેલા મેળવો’ના ધોરણે ઉપલબ્ધ રહેશે. એટલે આ અનોખી યાદગીરી મેળવવા ઇચ્છતા મુસાફરોએ આવતીકાલે સવારે 11 વાગ્યાથી તેની ઉપલબ્ધતા પર નજર રાખવી પડશે.
મુંબઈને મેટ્રોની બારીમાંથી જોવાની સાથે હવે દરેક સ્ટેશનની એક યાદગીરી પણ સાથે લઈ જવાની તક છે. તો તૈયાર થઈ જાઓ—તમારો પાસપોર્ટ, તમારી સફર અને 10 સ્ટેમ્પની અનોખી કહાની માટે!