મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) અને બિઝનેસમેન સૂરજ નાંબિયાર (Suraj Nambiar)ના લગ્નજીવનનો અંત આવી ગયો છે અને બંનેએ સત્તાવાર રીતે પોતાના છૂટાછેડા (Divorce) કન્ફર્મ કરી દીધા છે. જોકે, તેમના અલગ થયા બાદ પણ સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં અવનવી અટકળોનો દોર શરૂ રહ્યો છે. આવા રિપોર્ટ્સ અંગે આજે બંને જણે મૌન તોડ્યું અને સત્તાવાર નિવેદન આપ્યું છે. મૌની રોય અને સૂરજ નાંબિયારને લઈને મીડિયામં એલિમીની અંગે તો ક્યારેક મૌની રોયની ખાસ ફ્રેન્ડ દિશા પટની સાથે તેનું નામ જોડવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે તે તમામ અફવાઓનો અંત આવી ગયો છે.
સૂરજ અને મૌની રોયે કેવી સ્પષ્ટતા કરી?
આ એક્સ-કપલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ઓફિશિયલ જોઈન્ટ સ્ટેટમેન્ટ શેર કર્યું છે અને તમામ પ્રકારની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે, ‘અમારા અલગ થવાને લઈને મીડિયામાં ચાલી રહેલા તમામ અહેવાલો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. આ વાતો ખોટા ઈરાદા સાથે ફેલાવવામાં આવી રહી છે, તેથી આ બધી અફવાઓ પર કાયમી વિરામ લગાવવા માટે અમે સાચી હકીકતો રજૂ કરી રાખી રહ્યા છીએ. અમારી વચ્ચે કોઈ એલિમીની શેર કરવામાં આવી નથી, અમારી વચ્ચે કોઈ મોટો ઝઘડો પણ નથી અને અમારા લગ્ન તૂટવા પાછળ કોઈ ત્રીજી વ્યક્તિ જવાબદાર નથી’.
ત્રીજી વ્યક્તિના કારણે લગ્ન તૂટ્યાનો દાવો તદ્દન ખોટો"
આ સ્ટેટમેન્ટમાં લખવામાં આવ્યું છે કે તેમના સંબંધોને લઈને કરવામાં આવતો કોઈ પણ દાવો સાચો નથી. ત્રીજી વ્યક્તિના કારણે લગ્ન તૂટ્યા હોવાની વાતોને તદ્દન ખોટી ગણાવી હતી, એટલું જ નહીં, પરંતુ આ મામલે તેમના મિત્રોના નામ જોડવામાં આવી રહ્યાં છે, તે અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે સૂરજ નાંબિયારે લખ્યું કે, ‘આવા કેસમાં અમારા નિર્દોષ મિત્રોને વચ્ચે ઘસેડવામાં આવી રહ્યા છે, જે બિલકુલ યોગ્ય નથી. મૌની અને હું પરસ્પરની સંમતિ સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે’.
પરસ્પરની સંમતિથી અલગ થવાનો નિર્ણય
મૂળ વાત છે કે, બંનેએ પરસ્પરની સંમતિથી છૂટા થવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેમાં એકબીજાની ભલાઈનો વિચાર કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ સાથે સોશિયલ મીડિયામાં તેમના નામે બીજી જે અફવાઓ ફરે છે તેને માત્ર એક કાલ્પનિક વાર્તા ગણાવી હતી. આ સાથે તેમણે મીડિયાને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ સમાચારને વેરિફાય કર્યા વગર પબ્લિશ કરે નહીં અને આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઈવસીનું સન્માન કરવામાં આવે!
માત્ર 4 વર્ષ જ ટક્યો સંબંધ
મૌની રોય અને સૂરજ નાંબિયારે 27 જાન્યુઆરી 2022 ના રોજ લગ્ન કર્યાં હતાં. બંને યુગતે ગોવામાં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. મહત્વની વાત એ છે કે, આ લોકોએ બંગાળી અને મલયાલી બંને રીતિ-રિવાજોથી લગ્ન કર્યાં હતાં. સોશિયલ મીડિયામાં તેમની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી હતી, પરંતુ તેમનો આ સંબંધ માત્ર 4 વર્ષ ચાલી શક્યો અને હવે તે બંને છૂટા થઈ ગયાં છે. આ સંબંધ તૂટી જતાં ફેન્સ પણ ભારે આઘાતમાં છે.