Fri May 15 2026

Logo

ચાર વર્ષના લગ્નજીવનનો અંત, ઈન્સ્ટા.પોસ્ટ મૂકીને મૌની-સૂરજે કહ્યું આજથી રસ્તાઓ અલગ

2026-05-14 19:39:16
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ જેની છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચર્ચા થઈ રહી હતી એના પર આખરે મૌની રોયે સ્પષ્ટતા કરી દીધી છે. પોતાની રિલેશનશીપને લઈને સતત અને સખત ચર્ચામાં રહેતા સેબેલ્સના છૂટાછેડા પણ ચર્ચામાં રહેતા હોય છે. ટીવી અને બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ મૌની રોયે બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથેના પોતાના સંબંધો પૂરા કરી નાખ્યાં છે. મૌની રોય અને સૂરજે લગ્નના ચાર વર્ષ બાદ આખરે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવાનો નિર્ણય કર્યો છે. કપલે જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને આ છૂટાછેડા લેવાની વાત કન્ફર્મ કરી છે. 

જોઈન્ટ સ્ટેટમેન્ટ આપીને કરી પોસ્ટ

છેલ્લા કેટલાક સમયથી પોતાની વ્યક્તિગત જિંદગીને લઈને ચર્ચામાં રહેતી મૌની અને સૂરજની રિલેશનશિપને લઈને અફવાઓ ફેલાઈ હતી. સોશિયલ મીડિયા પર બન્નેને છૂટાછેડા લઈ લીધા હોવાના સમચારા વાયરલ થઈ રહ્યા હતા. આ માહોલ વચ્ચે મૌની રોયે એક સ્પષ્ટતા કરીને આ વાવડ પર પોતાની ચોખવટ કરી છે. મૌની અને સૂરજે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ શેર કર્યું છે.

આ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કપલે લખ્યું હતું કે, અમારે દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે, મીડિયાના કેટલાક લોકો અમારા વ્યક્તિગત જીવનમાં જરૂરિયાતથી વધારે દખલ દઈ રહ્યા છે.અમે હવે એ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે, અમારી વચ્ચેની પૂરતી સમજૂતી સાથે અમે હવે અલગ થવાનો નિર્ણય કર્યો છે. 

અલગ થવાના રસ્તા પસંદ કર્યા

હાલમાં અમે શાંતિથી અને ખાનગી રીતે બધુ સંભાળી રહ્યા છીએ. અમારી પર્સનલ લાઈફને લઈને ઘણી ખોટી અને મનફાવે એવી સ્ટોરી ફેલાવવામાં આવી હતી, જે અમારા સંબંધની સાચી વાત કહેતી નથી. ઘણો વિચાર કર્યા બાદ અને બદલી રહેલી પ્રાથમિકતા બાદ અમે પૂરતા સમ્માન અને સમજદારી સાથે અલગ થવાના રસ્તા પસંદ કર્યા છે.

આ રસ્તા પર હવે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. હાલમાં અમે આ તબક્કાને સમજદારી અને ખાનગી રીતે સંભાળવા પર ધ્યાન આપી રહ્યા છીએ. આવનારા દિવસોમાં અમારી દોસ્તી કાયમ રહેશે. હાલમાં અમારી પ્રાયવસીનું ધ્યાન રાખજો. અમને સતત સપોર્ટ આપવા બદલ સૌનો આભાર. મૌની-સૂરજ.

કોમેન્ટ બોક્સ બંધ કરી દીધુ

ખોટી કોમેન્ટ અને સવાલથી બચવા માટે કપલે આ પોસ્ટ પછી કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું હતું. વર્ષ 2022માં મૌની અને સૂરજના લગ્ન થયા હતા. એક પ્રાયવેટ ક્લબમાં બન્ને વચ્ચે પહેલીવાર મુલાકાત થઈ હતી. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નનો વિચાર કર્યો હતો.એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, સૂરજે મૌની સાથે ચિટિંગ કર્યું હતું.

આ તમામ વિષયોના જવાબ દેવાનું મૌનીએ ટાળ્યું હતું. એકબીજા પ્રત્યે કોઈ નિવેદન આપવાના બદલે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. એટલે છૂટાછેડા પાછળનું સચોટ કારણ સામે આવ્યું નથી. 2024 બાદ મૌનીના સોશિયલ મીડિયા પર કપલ તરીકે કોઈ ફોટો નથી. બે વર્ષ સુધી પોતાની પર્સનલ લાઈફને છૂપાવી રાખવામાં મૌનીએ મેદાન માર્યું પણ ચિટિંગના સવાલ અને કોમેન્ટને ધ્યાને લઈને સૂરજે પોતાનું ઈન્સ્ટાગ્રામ જ બંધ કરી દીધું.