Fri May 01 2026

Logo

મોનાલિસા ફરમાનને છોડીને ભાગી ગઈ, વાયરલ વીડિયોની નવી હકીકત જાણો?

2026-04-13 15:25:49
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ પ્રયાગરાજ મહાકુંભથી મોનાલિસા ભોસલે અને ફરમાન ખાનનો પ્રેમ સંબંધ શરૂ થયો હતો, પરંતુ હવે તેમાં નવો વળાંક આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી એક વીડિયો સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક પોતે ફરમાન ગણાવે છે અને મોનાલિસા ભાગી ગઈ હોવાનો દાવો કરી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ તે મોનાલિસાને શોધવા માટે ફરી રહ્યો છે, પરંતુ તે મળી નથી રહી તેવું પણ જણાવી રહ્યો છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલાની હકીકત.

વાયરલ વીડિયોની સાચી હકીકત બહાર આવી

આ વીડિયાના કારણે મોનાલિસાનો પરિવાર અને ત્રણ રાજ્યોની પોલીસ પણ ધંધે લાગી ગઈ છે. પરંતુ હવે આ વીડિયોની સાચી હકીકત સામે આવી ગઈ છે. પોતાને ફરમાન ખાન તરીકે ઓળખાવનાર વ્યક્તિ વાસ્તવમાં અરવિંદ કુમાર જોશી છે, જે રાજસ્થાનના બાલોત્રા જિલ્લાનો રહેવાસી છે. પહેલા જે વીડિયો વાયરલ કર્યો તેમાં હવે અરવિંદે સ્પષ્ટતા કરી છે. અરવિંદે હવે એક નવો વીડિયો બહાર પાડ્યો છે જેમાં તેણે પોતાની સાચી ઓળખ સ્વીકારી લીધી છે. 

અરવિંદે માત્ર મનોરજંન માટે બનાવ્યો હતો વીડિયો

અરવિંદે કહ્યું કે, તે કોઈ મુસ્લીમ યુવક નથી પરંતુ હિંદુ છે, પહેલો વીડિયો માત્ર મનોરંજન માટે બનાવ્યો હોવાનું સ્વીકાર્યું છે. અરવિંદને ખબર નહોતી કે માત્ર મનોરંજન માટે બનાવેલો વીડિયો ત્રણ રાજ્યોની પોલીસને દોડતી કરી દેશે. અરવિંદે સ્વીકારી લીધું છે કે, તેને મોનાલિસાની ભાગવાની જે વાત કરી હતી ખોટી છે. આ વીડિયા અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

અસલી ફરમાન ખાનની મુશ્કેલીઓ પણ વધી

આ વીડિયો ભલે ખોટો હોય પરંતુ હજી પણ ફરમાન ખાનની મુશ્કેલીઓ વધેલી જ છે. તપાસ દરમિયાન એવું સાબિત થયું છે કે, મોનાલિસા સગીર છે. 18 વર્ષથી ઉંમર ઓછી હોવાના કારણે ફરમાન ખાન સાથે થયેલા તેના લગ્ન કાનૂની રીતે માન્ય નથી. એટલું જ નહીં પરંતુ આ દંપતી દ્વારા ફિલ્મ દિગ્દર્શક સનોજ મિશ્રા પર લગાવવામાં આવેલા જાતીય શોષણના આરોપોએ મામલાને વધુ જટિલ બનાવી દીધો છે. પોલીસ હવે સગીર સાથે લગ્ન અને અપહરણ જેવા આધારો પર ફરમાન સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.