નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ યુદ્ધની અસર હવે વિધાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે. આ આ સીબીએસઇ અને જીસીસીએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે 15 માર્ચના રોજ એક સરક્યુલર જાહેર કર્યો છે. આ એડવાઇઝરી બહેરીન, ઈરાન, કુવેત, ઓમાન, કતર, સાઉદી અરેબિયા અને યુએઈ માટે જાહેર કરી છે.
ઓમાનમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી
ઓમાનમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, તારીખ 01.03.2026, 03.03.2026, 05.03.2026, 07.03.2026 અને 09.03.2026 ના સરક્યુલરનું પાલન કરે. આ અસરગ્રસ્ત દેશોની શાળાઓ અને અધિકારીઓ તરફથી મળેલા ઇનપુટ્સ અને અપીલના આધારે ધોરણ 12 બોર્ડ પરીક્ષાઓ યોજવાની શક્યતાની સમીક્ષા કરવામાં આવી હતી.
ધોરણ 12 ની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી
એડવાઈઝરીમાં વધુમાં જણાવાયું છે કે, "બોર્ડે નિર્ણય લીધો છે કે બહેરીન, ઈરાન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈના વિદ્યાર્થીઓ માટે 10 માર્ચથી 16 માર્ચ દરમિયાન યોજાનારી ધોરણ 12 ની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 1 માર્ચ, 2026, 3 માર્ચ, 2026, 5 માર્ચ, 2026, 7 માર્ચ, 2026 અને 9 માર્ચ, 2026 ના પરિપત્રો દ્વારા અગાઉ મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાઓ પણ રદ કરવામાં આવશે. આ દેશોમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પરિણામો જાહેર કરવાની પ્રક્રિયા યોગ્ય સમયે અલગથી જણાવવામાં આવશે.
આ પૂર્વે પરીક્ષા પર મુલતવી રાખી હતી
આ પૂર્વે પણ ઓમાનમાં ભારતીય દૂતાવાસે ઈરાન- અમેરિકા અને ઈઝરાયલ સંઘર્ષને ધ્યાનમાં રાખીને, બહેરીન, ઈરાન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈમાં સ્થિત સંલગ્ન શાળાઓમાં 9, 10 અને 11 માર્ચે યોજાનારી ધોરણ 12 બોર્ડ પરીક્ષાઓને કામચલાઉ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.