Sun Apr 19 2026

Logo

મિડલ ઈસ્ટમાંથી વધુ એક જહાંજ ભારત પહોંચ્યું, હજુ 27 ટેન્કર પર હોર્મુઝમાં જોખમ

2026-03-14 17:17:42
Author: Mumbai Samachar Team
Article Image

કારવારઃ ઈરાન-ઈઝરાયલ વચ્ચે થઈ રહેલી લડાઈ વચ્ચે ભારતની કુટનીતિની અસર દેખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ તથા વિદેશમંત્રી જય શંકરે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ સાથે વાતચીત કર્યા બાદ વધુ એક જહાંજ ભારત પહોંચ્યું છે. આ જહાંજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું. કર્ણાટકના બંદર કારવારમાંથી પણ ગૂડ ન્યૂઝ મળી રહ્યા છે. માલવાહક જહાંજ ચેંગ એક્સ સુરક્ષિત રીતે કર્ણાકટના બંદર સુધી પહોંચ્યું છે. 

સુરક્ષિત રીતે ભારત આવ્યું

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈ અંતર્ગત 3100 ટન બિટુમેનની ખેપ પૂરી કરીને જહાંજ ભારત આવ્યું છે. આ જહાંજ યુએઈના ખોર ફક્કન પોર્ટ પરથી રવાના થયું હતું. કારવાર બંદર સુધી સુરક્ષિત રીતે પહોંચ્યું હતું. 3 માર્ચ દુબઈથી રવાના થયા બાદ જહાંજ અરબ સાગર થઈ 2 અઠવાડિયાની સફર ખેડીને કર્ણાટક પહોંચ્યું છે.

પોર્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર આ જહાંજે ઘણા પડકારો વચ્ચે પોતાની સફર પૂરી કરી છે. ઈરાન દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ વચ્ચે સુરક્ષિત રીતે તે ભારત પહોંચ્યું છે. સામાન્ય રીતે કારવાર બંદર પર દર મહિને બિટુમેનના જહાંજ આવે છે અને અહીંયાથી જ વિદેશમાં જાય છે. 

ખાડીના દેશ સાથે મુખ્ય રૂટ

અહીંયાથી રવાના થતા મોટાભાગના જહાંજ ખાડીના રૂટ માટે નીકળે છે. હોર્મુઝ ક્રિકમાં તણાવભરી સ્થિતિને કારણે હાલ જહાંજની આવ જા પર થોડી બ્રેક લાગી ચૂકી છે. આ ઉપરાંત ત્યાંથી આવતા જહાંજની સંખ્યા પણ ઘટી ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ક્રિકમાં હજુ પણ ભારતના 27 ટેન્કર ફસાયેલા છે,જેમાં જુદી જુદી કોમોડિટીનો માલ ભરેલો છે.

ઈરાન સાથે હવે વાતચીત બાદ કોઈ નિર્ણય લેવાય છે અને ઈરાન પ્રતિબંધ દૂર કરે છે તો એ ભારતની કુટનીતિની સૌથી મોટી જીત માનવામાં આવશે. હવે હોર્મુઝમાંથી જહાંજને પસાર થવા દેવા માટે મંજૂરી મળશે તો ભારતને સૌથી વધારે ફાયદો  છે. ગેસની જે કટોકટી ઊભી થઈ છે એ હળવી થઈ શકે છે. આ સિવાસ આ ક્રિકની આસપાસ 23 હજાર જેટલા સેલર્સ પણ અટવાયા છે.